For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pak Vs Ban: પાકિસ્તાન કે બાંગ્લાદેશ કોણ પહોંચશે સેમી ફાઇનલમાં, જાણો સમીકરણ

Pak Vs Ban: વિશ્વકપમાં એક બાદ એક મોટા અપસેટ થઇ રહ્યા છે. કાલ સુધી પાકિસ્તાનના સેમીફાઇનલમાં પહોચલવાના કોઇ જ સંકેત નહોતા ત્યારે આજે ફરી પાકિસ્તાન અને બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પહોચવાની એક તક મળી છે. દક્ષિણ આફ્રિકા પોઇન્ટ ટ

|
Google Oneindia Gujarati News

Pak Vs Ban: વિશ્વકપમાં એક બાદ એક મોટા અપસેટ થઇ રહ્યા છે. કાલ સુધી પાકિસ્તાનના સેમીફાઇનલમાં પહોચલવાના કોઇ જ સંકેત નહોતા ત્યારે આજે ફરી પાકિસ્તાન અને બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પહોચવાની એક તક મળી છે. દક્ષિણ આફ્રિકા પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ પર હતુ પરંતુ એક બાદ એક બે મેચ હારી જતા વિશ્વકપમાથી બહાર ફેકાય ગયુ છે. નેધરલેન્ડ સામેની મેચમાં એક વાર ફરી દક્ષિણ આફ્રિકા ચોકર સાબિત થયુ છે. મેચમાં નેધરલેન્ડે 13 રનથી જીત મેળવી છે. સાથે જ બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવા માટે તક આપી છે.

પોઇન્ટ ટેબલનું ગણીત

પોઇન્ટ ટેબલનું ગણીત

પોઇન્ટ ટેબલમાં નજર નાખીએ તો ભારત 6 અંક સાથે પહેલા સ્થાન પર છે અને દક્ષિણ આફ્રિકાની હાર સાથે ભારત સેમિફાઇનલમાં પહોચી ગયુ છે. તેમજ હાર બાદ 5 અંક સાથે દક્ષિણ આફ્રીકા બીજા સ્થાને છે. પાકિસ્તાન 4 અંકો સાથે સારા રન રેટના આધારે ત્રીજા સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશ 4 અંક સાથે 5 માં સ્થાને છે. જોકે, નેધરલેન્ડના પણ 4 અંક છે. અને તે 4 સ્થાને છે. પરતુ તે વિશ્વકપમાથી બહાર થઇ ચૂક્યુ છે.

ભારત માટે ઝિમ્બાબ્વેનો મુકાબલો મહત્વનો છે

ભારત માટે ઝિમ્બાબ્વેનો મુકાબલો મહત્વનો છે

પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ગ્રુપ 1 માં ઇંગ્લેન્ડ અને ન્યુઝિલેન્ડ સેમીફાઇનલ માટે ક્વાઇલિફાઇ થઇ ચુક્યા છે. જેવી રીતે શ્રીલંકાને ઇંગ્લેન્ડે હરાવ્યુ છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનું આ વિશ્વકપમાં સફરનો અતં આવ્યો છે. જો આજે ભારત ઝિમ્બાબ્વે સામે જીત મેળવે છે તો તે પહેલા સ્થાન પર રહેશે. અને તેનો મુકાબલો સેમિફાઇનલમાં ઇંગ્લન્ડ સામે થશે. ભારતનો ન્યુઝિલન્ડ સામે સેમિફાઇનલ રેકોર્ડ સારો નથી રહ્યો. તેવામાં ભારત આજની મેચમાં જરૂર જીતવા માંગશે.

બાંગ્લાદેશ-પાકિસ્તાન પાસે 50-50 ટકા તક

બાંગ્લાદેશ-પાકિસ્તાન પાસે 50-50 ટકા તક

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ઘણી રોમાંચક બનાવાની છે. બંને ટીમો પાસે સેમિફાઇનલમાં પહોચવાની તક છે. પહેલા જેવી રીતે ભારત અને ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાર બાદ માનવામાં આવતુ હતુ કે, પાકિસ્તાન અને વિશ્વકપની સેમિફાઇનલની રેસમાથી બહાર થઇ જશે. પરંતુ પાકિસ્તાનને દક્ષિણ આફ્રિકાએ હરાવીને પોતાની ઉમિદને જીવિત રાખી છે. જો કે આજની મેચ પાકિસ્તાન માટે કરો કે મરોનો મુકાબલો છે. તેમજ બાંગ્લાદેશ માટે પણ સેમિફાઇનલના દરવાજા ખુલી ગયા છે. તેની પાસે પણ બેકડોર એન્ટ્રીની તક છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Pakistan and Bangladesh's hopes of reaching the semi-finals are alive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X