For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન પાસે નથી હાર્દિક પંડ્યા-સુર્યકુમાર યાદવ જેવા ખેલાડી: નસિર હુસેન

T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે બેટિંગ એક સમસ્યા બની છે. ટીમ ભલે ફાઈનલમાં પહોંચી ગઈ હોય, પરંતુ તે અહીં કેવી રીતે પહોંચી તે કોઈનાથી છુપાયેલું નથી. પ્રથમ બે મેચ હાર્યા બાદ પાકિસ્તાનનું નસ

|
Google Oneindia Gujarati News

T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે બેટિંગ એક સમસ્યા બની છે. ટીમ ભલે ફાઈનલમાં પહોંચી ગઈ હોય, પરંતુ તે અહીં કેવી રીતે પહોંચી તે કોઈનાથી છુપાયેલું નથી. પ્રથમ બે મેચ હાર્યા બાદ પાકિસ્તાનનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ ગયું અને સતત ચાર જીત નોંધાવ્યા બાદ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મિડલ ઓર્ડર ટીમની મોટી સમસ્યા

મિડલ ઓર્ડર ટીમની મોટી સમસ્યા

ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં પાકિસ્તાનની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ જ કારણ છે કે ઇંગ્લેન્ડે એક ઓવર બાકી રહીને આસાનીથી ટાર્ગેટ પૂરો કર્યો. સ્કાય સ્પોર્ટ્સ પર વાત કરતા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસીર હુસૈને કહ્યું કે ભારતની બેટિંગમાં વધુ ડેપ્થ છે. જ્યારે પાકિસ્તાનમાં આવું નથી. પાકિસ્તાનની ટીમમાં મિડલ ઓર્ડર મોટી સમસ્યા છે.

પંડ્યા - સુર્યકુમાર જેવા ખેલાડીની કમી

પંડ્યા - સુર્યકુમાર જેવા ખેલાડીની કમી

નાસિર હુસૈને ભારતની ધીમી બેટિંગની ટીકા કરી હતી. જે બાદ કેટલાક ચાહકોએ તેમને સવાલ પૂછ્યો હતો કે તમે માત્ર ભારતની વાત કેવી રીતે કરી શકો, પાકિસ્તાને પણ આવું જ કર્યું. તેના પર નાસિર હુસૈને જવાબ આપ્યો કે પાકિસ્તાનની પાસે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન નથી. જે મેદાન પર આવતાની સાથે જ મોટા શોટ ફટકારી શકે છે.

એટલા માટે બાબર-રિઝવાન છે મજબુર

એટલા માટે બાબર-રિઝવાન છે મજબુર

નાસિર હુસૈને કહ્યું કે પાકિસ્તાનની ટીમ મોટાભાગે તેના ઓપનરો પર નિર્ભર છે. આ જ કારણ છે કે બાબર અને રિઝવાન હંમેશા ઈનિંગની શરૂઆત સાવધાનીથી કરવા ઈચ્છે છે. નાસિર હુસૈને પાકિસ્તાનના બોલરોના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે પાકિસ્તાનના બેટ્સમેનો ઓછા સ્કોર છતાં પણ પોતાની બોલિંગ ટીમને મેચમાં જાળવી રાખે છે. પરંતુ ભારતની બાબતમાં આવું નથી, ભારતને સેમીફાઈનલમાં મોટા સ્કોરની જરૂર હતી, જે તેઓ બનાવી શક્યા ન હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Pakistan don't have players like Hardik Pandya-Suryakumar Yadav: Naseer Hussain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X