For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઈન્ડિયા સામે શર્મનાક હાર પછી પાકિસ્તાની ટીમમાં ભાગલા

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા સામે હાર્યા બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ભાગલા પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા સામે હાર્યા બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ભાગલા પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. અને ડ્રેસિં રૂમની સ્થિતિ કથળી રહી છે. પાકિસ્તાની મિડિયા રિપોર્ટ પ્રમાણે સરફરાઝ અહેમદે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી તેના નિર્ણયની આખી મેચમાં ટીકા થઈ છે. ટીમ ઈન્ડિયા સામે વિશ્વકપમાં પરાજય થયા બાદ પાકિસ્તાની મીડિયાએ તેનું ખૂબ વિશ્લેષણ કર્યું અને આખરે કેમ પાકિસ્તાની ટીમ ભારતને હરાવી ન શકી. જાણો પાકિસ્તાનની ટીમાં કયા ખેલાડીઓ આ ભાગલાના નેતા બન્યા છે અને રિપોર્ટ પ્રમામે ટીમના કેપ્ટન સામે તેમને શું વાંધો છે.

આ પણ વાંચો: ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન? વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત

સરફરાઝનું બેકાર વલણ

સરફરાઝનું બેકાર વલણ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મેચ પહેલા પાંચ પાંચ ટ્વિટ કરીને પાકિસ્તાનને ટોસ જીતીને બેટિંગ કરવાની સલાહ આપી હતી. જો કે સરફરાઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી. તે પોતાના પીએમ અને પાકિસ્તાનના પૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીની સલાહને ટાળી ગયો. હાર બાદ સરફરાઝના આ વિચિત્ર વર્તનની પાકિસ્તાની મીડિયાએ ખૂબ જ ટીકા કરી અને વસીમ અક્રમથી લઈ શોએબ અખ્તર સુધીના દિગ્ગજ ખેલાડીઓએ તેના નિર્ણયની ટીકા કરી. સરફરાઝના આ નિર્ણયની ટીકા ઈન્તિખાબ આલમ સહિતના પાકિસ્તાની ક્રિકેટર્સે પણ કરી છે.

બે ભાગમાં વહેંચાઈ પાકિસ્તાન ટીમ

બે ભાગમાં વહેંચાઈ પાકિસ્તાન ટીમ

મીડિયા રિપોર્ટની માનીએ તો પાકિસ્તાની ટીમમાં ભાગલા પડી ચૂક્યા છે. ઓલરાઉન્ડર ઈમાદ વસીમ આ કથિત જૂથબાજીના સૂત્રધાર છે અને ફાસ્ટ બૉલર આમીર તેમનો સાથ આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદના પ્લાનને લાગુ કરવામાં આ બંને ખેલાડીઓ સાથ નથી આપી રહ્યા. જેને કારણે ટીમના બે ભાગ બની ચૂક્યા છે. ભારત વિરુદ્ધ પરાજય બાદ કેટલાક સિનિયર ખેલાડીઓ પણ સરફરાઝના નિર્ણય અને વલણથી કુશ નથી જેમાં શોએબ મલિક અને મોહમ્મદ હાફીઝ પણ સામેલ છે. પાકિસ્તાનની લીડિંગ ન્યૂઝ ચેનલ સમા ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયા સામે હાર બાદ જ્યારે પાકિસ્તાનના કપ્તાન સરફરાઝ અહેમદે ડ્રેસિંગ રૂમમાં ટીમના ખરાબ પ્રદર્શનથી નાખુશ થઈને ગુસ્સો કાઢ્યો ત્યારે ઈમાદ વસીમ અને ઈમામુલ હકે ટીમના પ્લાનમાં સપોર્ટ ન કર્યો હોવાનું કહ્યું હતું. ઈમાદે મેચમાં 10 ઓવરમાં માત્ર 49 રન આપ્યા હતા, તો આમીરે ત્રણ વિકેટ લીધી હતી અને ટીમ ઈન્ડિયાને 336 રન જ કરવા દીધા હતા.

દુનિયાએ પણ ખોલી પાકિસ્તાની ટીમની ખોલ

દુનિયાએ પણ ખોલી પાકિસ્તાની ટીમની ખોલ

પાકિસ્તાનની વધુ એક ચેનલ દુનિયાએ પણ આવી જ વાત કહી છે. દુનિયાના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની ટીમ બે જૂથમાં વહેંચાઈ ચૂકી છે. એક જૂથના લીડર ઈમાદ વસીમ છે, તો બીજા જૂથના લીડર મોહમ્મદ આમિર છે. આ તમામ મુદ્દાને કારણે સરફરાઝ ટીમનું નેતૃત્તવ બરાબર રીતે નથી કરી શક્તા અને એટલે જ ટીમ સારું પર્ફોમ નથી કરી રહી.

અહેસાન માનીએ પણ આપી ચેતવણી

અહેસાન માનીએ પણ આપી ચેતવણી

ટીમ ઈન્ડિયા વિરુદ્ધ હાર્યા બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે ટીમના ખેલાડીઓને ચેતવણી આપી અને કહ્યું કે પાછા ફર્યા બાદ મુશ્કેલ નિર્ણયો સહેવા તૈયાર રહો. તો મીડિયા રિપોર્ટ એમ પણ કહે છે કે પાકિસ્તાની ટીમની આગામી મેચમાં મોટા પરિવર્તન થઈ શકે છે. પાક. ક્રિકેટ બોર્ડના પ્રમુખ અહેસાન માનીએ પણ સરફરાઝ અને ટીમને કહ્ુયં છે કે ટીમ તરીકે સારા પ્રદર્શનની આશા છે. તેઓ મીડિયામાં ચાલતા અહેવાલો પર ધ્યાન આપવાના બદલે રમત પર ધ્યાન આપે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી મેચમાં 89 રનથી હરાવ્યું હતું. રોહિત શર્માની સેન્ચ્યુરીને કારણે તેમને મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
pakistan team divided in two parts after defeat against india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X