For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન મોદીએ પૂરુ કર્યું પીવી સિંધુને આપેલુ વચન

ટોક્યો જતા પહેલા પીવી સિંધુ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન મોદીએ તેને કહ્યું હતું કે, જો તે મેડલ લાવશે તો વડાપ્રધાન તેની સાથે આઈસ્ક્રીમ ખાશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય ટીમે ઓલિમ્પિકના ઇતિહાસમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારતે 7 મેડલ જીત્યા હતા, જેમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 15 ઓગસ્ટના રોજ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોથી આવેલા તમામ ખેલાડીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદીએ ખેલાડીઓને પાર્ટી પણ આપી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ પીવી સિંધુને આપેલું વચન પણ પૂર્ણ કર્યું હતું.

PV Sindhu

ટોક્યો જતા પહેલા પીવી સિંધુ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન મોદીએ તેને કહ્યું હતું કે, જો તે મેડલ લાવશે તો વડાપ્રધાન તેની સાથે આઈસ્ક્રીમ ખાશે. હવે વડાપ્રધાન મોદીએ વચન પૂરું કર્યું એટલું જ નહીં પણ રવિવારના રોજ ખેલાડીઓ સાથે પાર્ટી દરમિયાન પીવી સિંધુ સાથે આઈસ્ક્રીમ ખાઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સિવાય વડાપ્રધાન મોદીએ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને પણ ચુરમા ખવડાવ્યો હતો.

ભારતીય પુરુષ હોકી ટીમે વડાપ્રધાન મોદીને ઓટોગ્રાફવાળી હોકી ભેટમાં આપી હતી. ભારતીય પુરુષ હોકી ટીમે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતની હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીત્યો છે. આ પહેલા 1980માં ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુ કુસ્તીબાજ સુશીલ કુમાર બાદ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી બીજી ખેલાડી બની છે. આ પહેલા પીવી સિંધુએ 2016 રિયોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ અને 2012માં સિલ્વર જીત્યો હતો. નીરજ ચોપરા ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે. તેણે મિલ્ખા સિંહ અને પીટી ઉષાનું સપનું પૂરું કર્યું હતું, જેમને મેડલ મેળવવામાંથી ચૂકી ગયા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Also on August 15, Prime Minister Narendra Modi gave a hearty welcome to all the players from Tokyo. Along with this, Prime Minister Modi also gave a party to the players. With this, Prime Minister Modi also fulfilled his promise to PV Sindhu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X