KKR vs MI: ક્વિન્ટન ડિકોકે કોલકાતાના બોલર્સને હંફાવ્યા, ફીફ્ટી પૂરી
KKR vs MI: ક્વિન્ટન ડિકોકે કોલકાતાના બોલર્સને હંફાવ્યા, ફીફ્ટી પૂરી
આઈપીએલનો 32મો મુકાબલો આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલાં બેટિંગ કરી 5 વિકેટના નુકસાન સાથે 148 રન બનાવ્યા હતા. 149 રનનો ટાર્ગેટ હાંસલ કરવા મેદાનમાં ઉતરેલા મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રોહિત શર્મા અને ક્વિંટન ડિકોકે ધાકડ શરૂઆત આપી.

ક્વિંટન ડિકોકે 26 બોલમાં ફીફ્ટી ફટકારી કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર્સને હંફાવી મૂક્યા હતા. આઈપીએલમાં ક્વિંટન ડિકોકે પોતાની 13 ફીફ્ટી ફટકારી છે અને 1 સદી ફટકારી છે, આઈપીએલ 2020ની ડિકોકની આ ત્રીજી ફીફ્ટી છે. ડિકોકનો હાઈએસ્ટ સ્કોર 108 રનનો છે. 9 ઓવર જતાં ડિકોક અને શર્માએ 84 રનની ભાગીદારીથી મુંબઈ ઈન્ડિયન્સ માટે 89 રન ખડકી દીધા છે. જે જોતાં મુંબઈ ઈન્ડિયન્સની જીત હવે ફાઈનલ જ લાગી રહી છે.
જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન ફ્લોપ સાબિત થયા હતા. જો કે પેટ કમિંસે ફીફ્ટી ફટકારી હતી અને ઈયોન મોર્ગને 29 બોલમાં 39 રન બનાવ્યા હતા. બાકી એકેય બેટ્સમેન 30+ સ્કોર નહોતા બનાવી શક્યા. મુંબઈ તરફથી રાહુલ ચહરે 2 વિકેટ, બોલ્ટ, કુલ્ટર નાઈલ અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
