For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજી પણ IPL 2021ના પ્લેઑફમાં ક્વૉલિફાઈ કરી શકે છે પંજાબ કિંગ્સ, પોઈન્ટ ટેબલનું ગણિત સમજો

હજી પણ IPL 2021ના પ્લેઑફમાં ક્વૉલિફાઈ કરી શકે છે પંજાબ કિંગ્સ, પોઈન્ટ ટેબલનું ગણિત સમજો

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનનો લીગ સ્ટેજ ખતમ થવાની તૈયારીમાં છે, જેની સાથે જ પ્લેઑફમાં પહોંચનાર ટીમની સૂરત ઘણી સ્પષ્ટ થતી જઈ રહી છે. રવિવારે રમાયેલા ડબલ હેડર મુકાબલા બાદ આઈપીએલ 2021ના પ્લેઑફમાં પહોંચનાર 3 ટીમના નામ ફાઈનલ થઈ ગયાં છે જ્યારે એક સ્થાન માટે હજી પણ 4 ટીમ વચ્ચે મુકાબલલો થવો બાકી છે. રવિવારે રમાયેલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પંજાબ કિંગ્સને 6 રને હરાવી પોઈન્ટ ટેબલમાં 16 અંક હાંસલ કરી લીધા છે અને પ્લેઑફમાં પહોંચનાર ત્રીજી ટીમ બની ગઈ છે. આરસીબી સામેની આ હાર સાથે જ પંજાબ કિંગ્સનો પ્લેઑફમાં પહોંચવાનો મોકો વધુ ઘટી ગયો છે.

જ્યારે સાંજે રમાયેલ બીજા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત હાંસલ કરી પોતાની દાવેદારીને વધુ મજબૂત કરી લીધી છે. ત્યારે આવો પોઈન્ટ ટેબલનું ગણિત સમજીએ જેનાથી કઈ ટીમ પ્લેઑફ માટે ક્વૉલિફાઈ કરી શકશે તેનો અંદાજો આવશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ

આઈપીએલ 2021ના પ્લેઑફમાં ચોથી ટીમના રૂપમાં ક્વૉલિફાઈ કરવાના જો કોઈ ટીમ પાસે સૌથી વધુ ચાન્સ હોય તો તે કેકેઆરની ટીમ છે જેણે પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ હાંસલ કરી લીધા છે. કેકેઆરની ટીમ પોતાની છેલ્લી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમશે જેમાં જીત હાંસલ કરતાની સાથે 14 પોઈન્ટ થઈ જશે અને સારી રનરેટ હોવાને પગલે કેકેઆર આસાનીથી ક્વોલિફાઈ કરનાર ચોથી ટીમ બની જશે. પરંતુ જો રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડે છે તો પણ ટીમ ઈચ્છશે કે મુંબઈ અને રાજસ્થાનની ટીમ પોતાના બચેલા મેચમાંથી એકમાં હારે જેથી નેટ રનરેટના હિસાબે પ્લેઑફમાં કેકેઆર પહોંચી શકે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ

પ્લેઑફમાં પહોંચવાની રેસમાં રાજસ્થાન રોયલ્સ બીજા નંબર પર છે. રાજસ્થાન રોયલ્સે હજી પણ બે મેચ રમવાના છે. 10 પોઈન્ટ સાથે રાજસ્થાન અત્યારે છઠ્ઠા નંબર પર છે, જો કે તેનો નેટ રનરેટ કમજોર થવાના પગલે તે પંજાબ કિંગ્સથી પાછળ છે. રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે અને છેલ્લો મુકાબલો કોલકાતા સામે રમવાનો છે. એવામાં જો રાજસ્થાન બંને મેચ જીતી જાય ચે તો 14 પોઈન્ટ થઈ જશે પરંતુ જો એક મેચમાં હારનો સામનો થયો તો ટીમ પ્લેઑફની ટિકિટ ચૂકી જશે. તેમાં પણ જો મુંબઈ સામે હાર અને કોલકાતા સામે જીત મળે છે તો તેણે મુંબઈ અને સનરાઈઝર્સ સામે રમાનાર મેચનો ઈંતેજાર કરવો પડશે.

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ

પ્લેઑફની રેસમાં સામેલ ત્રીજી ટીમ મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી સામે મળેલી હાર બાદ પ્લેઑફમાં પહોંચવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. મુંબઈની ટીમે પોતાના બચેલા બે મુકાબલામાં પહેલાં રાજસ્થાન રોયલ્સ અને પછી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ રમવી પડશે. એવામાં જો મુંબઈની ટીમ પોતાના બંને મેચ જીતી પણ જાય છે તો તેણે રાજસ્થાન વર્સિસ કેકેઆર વચ્ચે રમાનાર મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે, જેમાં મુંબઈની ટીમ ઈચ્છશે કે રાજસ્થાનની ટીમ કોલકાતાને હરાવી દે અને મુંબઈની ટીમ 14 અંક સાથે ક્વોલિફાઈ કરી જાય. પરંતુ જો નેટ રન રેટ ખેલમાં આવે છે તો મુંબઈની ટીમનું બહાર થવું લગભગ ફાઈનલ છે કેમ કે તે આ મામલે સૌથી પાછળ છે.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ

આરસીબી સામે હાર બાદ પંજાબ કિંગ્સની ટીમ સતત પ્લેઑફની રેસથી બહાર થઈ ચૂકી છે, પરંતુ જો કિસ્મત સાથ આપે છે તો તે હજી પણ ક્વૉલિફાઈ કરી શકે છે. પંજાબ કિંગ્સે પોતાનો અંતિમ મેચ સીએસકે સામે રમવાનો છે, જ્યાં કેએલ રાહુલની ટીમે પહેલાં એક મોટી જીત હાંસલ કરવી પડશે જેનાથી તેમનો નેટ રન રેટ સારો થઈ જાય અને જે હાલ માત્ર કેકેઆરની પાછળ છે. પંજાબે પ્રાર્થના કરવી પડશે કે કેકેઆરની ટીમ રાજસ્થાન હારી જાય અને મુંબઈની ટીમ રાજસ્થાન સામે જીતી જાય અને હૈદરાબાદ સામે હારી જાય. જો આવું થાય તો ચારેય ટીમ 12-12 અંક પોઈન્ટ પર લીગ સ્ટેજ ખતમ કરશે અને પછી નેટ રન રેટના દમ પર પંજાબ કિંગ્સ ક્વૉલિફાય કરી લેશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Race between 4 teams for IPL 2021 Playoffs Qualification
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X