રમિઝ રાજાએ જણાવી અજીબોગરીબ ઇચ્છા, બાબાર આઝામ સાથે કરવા માંગે છે લગ્ન, ફેન્સે કર્યા ટ્રોલ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રમીઝ રાજા પોતાના નિવેદનબાજીના કારણે ચર્ચામાં રહે છે. રમીઝ રાજા ભારત વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. પરંતુ આ વખતે તેણે પોતાના દેશના બેટ્સમેન બાબર આઝમ વિશે કંઈક એવું કહ્યું કે ફેન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા છે. રમીઝ રાજા સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ હાલમાં લંકા પ્રીમિયર લીગમાં કોલંબો સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યો છે. બાબર આઝમે લંકા પ્રીમિયર લીગમાં રમાયેલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. બાબરની સદીથી ખુશ થઈને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રમીઝ રાજાએ લાઈવ મેચ દરમિયાન જ તેના વિશે વિચિત્ર નિવેદન આપ્યું હતું.

T20 ક્રિકેટમાં પોતાની 10મી સદી પૂરી કરનાર બાબર આઝમ લંકા પ્રીમિયર લીગમાં ઘણા રન બનાવી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ મુખ્ય પસંદગીકાર રમીઝ રઝાએ બાબર આઝમની ઈનિંગ જોઈને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રમીઝે કહ્યું કે તે બાબરના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.
રમીઝ રાજાના આ નિવેદન બાદ ફેન્સ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. રમીઝ રાજાના અવાજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ જ સાંભળવામાં આવી રહ્યો છે.
Ramiz Wants to marry Babar😂💯.#RamizRaja #BabarAzam #BabarAzam𓃵 pic.twitter.com/y44uHJvIXd
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) August 7, 2023
ફેન્સ પણ આ અંગે સતત પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. રમીઝ રાજાને બાબરની બેટિંગ અને કેપ્ટન્સી ખૂબ જ પસંદ છે. જ્યારે તેઓ PCBના અધ્યક્ષ હતા ત્યારે તેમણે બાબર આઝમનું સમર્થન કર્યું હતું.












Click it and Unblock the Notifications
