IPL 2026 : આ કંપનીઓ ખરીદી શકે છે વિરાટ કોહલીની RCB, લિસ્ટમાં ગુજરાતી બિઝનેસમેન આગળ

IPL 2026 : ગયા સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પ્રથમ વખત IPL ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીને કારણે RCBની લોકપ્રિયતા દર સિઝનમાં વધી રહી છે. પરંતુ હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને એક નવો માલિક મળવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીની RCB ટીમ ટૂંક સમયમાં નવા માલિકના હાથમાં જશે.

IPL 2025 માં 17 વર્ષનો દુકાળ સમાપ્ત કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પ્રથમ વખત ટ્રોફી જીતી. પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. હવે સમાચાર આવી રહ્યા છે કે આ સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝી વેચાવા જઈ રહી છે. વર્તમાન માલિક બ્રિટિશ દારૂ કંપની ડિયાજિયોએ સત્તાવાર રીતે વેચાણ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને માર્ચ 2026 સુધીમાં નવો માલિક મળી જશે તેવી અપેક્ષા છે.

RCB શા માટે વેચાઈ રહી છે?

જોકે RCB ની બ્રાન્ડ વેલ્યુ આજે $269 મિલિયન (લગભગ ₹2,380 કરોડ) છે અને કંપની તેને $2 બિલિયન (લગભગ ₹17,720 કરોડ) માં વેચવાની અપેક્ષા રાખી રહી છે. તેમ છતાં ડિયાજિયો ત્રણ મુખ્ય કારણોસર ટીમમાંથી બહાર નીકળવા માંગે છે. ભારતમાં દારૂના ઉત્પાદનોની જાહેરાત IPL માં પ્રતિબંધિત છે, તેથી તેઓ ત્યાંથી તેમના વ્યવસાયને લાભ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે.

આ પાંચ મોટી કંપનીઓ યાદીમાં સામેલ છે

અગાઉ પણ IPL ટીમ માટે બોલી લગાવનાર ગૌતમ અદાણીની 17 લાખ કરોડની કંપની RCB ખરીદવાની યાદીમાં પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર પણ RCB ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

દિલ્હી કેપિટલ્સમાં 50% હિસ્સો ધરાવતો JSW ગ્રુપ પણ RCB ખરીદવાની યાદીમાં સામેલ છે. દેવયાની ઇન્ટરનેશનલ ગ્રુપ અને યુએસની પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ RCB ખરીદવામાં રસ દાખવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X