RCB vs GT Dream11: બેંગલુરુ વિ ગુજરાતની મેચની આ છે બેસ્ટ ડ્રીમ XI ટીમ, રાતોરાત નસીબ બદલવાનો મોકો
RCB vs GT Dream11 Prediction: IPL 2024ની 52મી મેચમાં, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 4 મે, શનિવારે ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ રોમાંચક મુકાબલો સાંજે 7:30 કલાકે શરૂ થશે. હાઈ-વોલ્ટેજ મેચ પહેલાં, ચાલો આજની શ્રેષ્ઠ ડ્રીમ-11 ટીમ પર એક નજર કરીએ.
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોઈન્ટ ટેબલ પર છેલ્લા સ્થાને છે કારણ કે તેણે આ સિઝનમાં તેમની 10 મેચમાંથી માત્ર ત્રણ જ જીતી છે. તેઓએ ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી મેચ નવ વિકેટથી જીતી હતી અને જીતનો સિલસિલો ચાલુ રાખવાની કોશિશ કરશે. બીજી તરફ GT 10 મેચમાંથી ચાર જીત સાથે પોઈન્ટ ટેબલ પર આઠમા ક્રમે છે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત ટાઇટન્સના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, બંને પક્ષો ચાર વખત સામસામે આવી ચૂક્યા છે અને બંનેએ બે-બે મેચ જીતી છે. આ બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચ આરસીબીએ નવ વિકેટે જીતી હતી.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે સ્વર્ગથી કમ નથી. આ મેદાન પર બોલરો માટે બહુ કંઈ નથી. ફાસ્ટ બોલરો ડેથ ઓવરોમાં મહત્વપૂર્ણ હોય છે જ્યાં તેઓ કેટલીક વિકેટ લેવામાં સક્ષમ હોય છે. અહીં રમાયેલી છેલ્લી IPL મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જેમાં 10 વિકેટના નુકસાન પર કુલ 549 રન બનાવ્યા હતા. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેદાન પર પોતાની 93 મેચમાંથી 46 મેચ જીતી છે.
RCB vs GT સંભવિત પ્લેઇંગ-XI
RCB ટીમ: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટમેન), ગ્લેન મેક્સવેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, સ્વપ્નિલ સિંહ, મહિપાલ લોમરોર.
જીટી ટીમઃ રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, નૂર અહેમદ, મોહિત શર્મા, સંદીપ વોરિયર, શાહરૂખ ખાન.
RCB vs GT Dream11 Team: આરસીબી વિ જીટી ટીમ
વિકેટકીપર: રિદ્ધિમાન સાહા, દિનેશ કાર્તિક
બેટ્સમેન: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, સાઈ સુદર્શન, શુભમન ગિલ
ઓલરાઉન્ડર: કેમેરોન ગ્રીન, વિલ જેક, ગ્લેન મેક્સવેલ બોલર્સ: રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ
કેપ્ટન: ફાફ ડુ પ્લેસિસ
વાઇસ કેપ્ટન: રાશીદ ખાન
ગુજરાત ટાઇટન્સ ટીમઃ રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, નૂર અહેમદ, મોહિત શર્મા, સંદીપ વૉરિયર, શરથ બીઆર, વિજય શંકર, માનવ સુથાર, દર્શન નલકાંડે, મેથ્યુ વેડ, ઉમેશ યાદવ, કેન વિલિયમસન, જયંત યાદવ, અભિનવ મનોહર, જોશુઆ લિટલ, કાર્તિક ત્યાગી, સ્પેન્સર જોન્સન, સુશાંત મિશ્રા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમઃ વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, અનુજ રાવત, મહિપાલ લોમર, હિમાંશુ શર્મા, આકાશ દીપ, વિજયકુમાર વૈશ, રીસ ટોપલી, ટોમ કુરન, લોકી ફર્ગ્યુસન, મયંક ડાગર, અલઝારી જોસેફ, સુયશ પ્રભુદેસાઈ, મનોજ ભંડાગે, સૌરવ ચૌહાણ, રાજન કુમાર.












Click it and Unblock the Notifications
