RCB vs KKR : કોલકત્તા સામે કોહલીની અડધી સદી ફિક્કી પડી, RCB ની શરમજનક હાર

કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના આઈપીએલના મુકાબલામાં કોલકત્તાએ બેંગ્લોરને હરાવીને બીજી જીત મેળવી લીધી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે શાનદાર જીત નોંધાવી છે. KKR ને મળેલા 183 રનના ટાર્ગેટને ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને સરળતાથી પાર કરી લીધો.

RCB vs KKR

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે વિરાટ કોહલીના અણનમ 83 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ બેક ટુ બેક અડધી સદી ફટકારી. આ પહેલા વિરાટ કોહલી પંજાબ કિંગ્સ સામે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.

બીજી તરફ કોલકત્તા સામે બેંગ્લોરના બોલર ફિક્કા સાબિત થયા. કોલકત્તાએ શરૂઆતમાં જ ધમાકેદાર બેટિંગ કરતા 6 ઓવરના પાવરપ્લેમાં 80 થી વધુ રન બનાવીને જીત આસાન બનાવી દીધી હતી.

કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર અને સુનીલ નારાયણે ધમાકેદાર ઈનિંગ રમી. આ સિવાય ફિલ સોલ્ટ અને શ્રેયસ અય્યરે નાની પણ સારી ઈનિંગ રમી.

કોલકત્તા માટે વેંકટેશ અય્યરે 50 અને સુનિલ નારાયણે 47 રનની ઈનિંગ રમી. આ સિવાય અપ્યરે 38 અને સોલ્ટે 30 રન બનાવીને જીત આસાન બનાવી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X