RCB vs MI: ક્રિસ લિન IPL 2021ની પહેલી ફીફ્ટી ફટકારવાનું ચૂકી ગયો

RCB vs MI: ક્રિસ લિન IPL 2021ની પહેલી ફીફ્ટી ફટકારવાનું ચૂકી ગયો

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાની સાથે આજે IPL 2021ની શરૂઆત થઈ ગઈ છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે પણ ચાહકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં નથી આવી રહી. બેંગ્લોરે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ તરફથી રોહિત શર્મા અને ક્રિસ લિને ઈનિંગની શરૂઆત કરી. જો કે રોહિત શર્મા માત્ર 19ના સ્કોર પર જ રન આઉટ થઈ ગયા. તે બાદ ક્રિસ લિન અને સૂર્યકુમાર યાદવની જોડીએ શાનદાર ભાગીદારી નોંધાવી.

Chris lynn

ક્રિસ લિન 35 બોલ રમ્યો અને આઈપીએલ 2021ની પહેલી ફીફ્ટી ફટકારતા ચૂકી ગયો છે. જ્યારે સૂર્યકુમાર યાદવે 31 રનનો સ્કોર બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો. હાલ ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે.. 13 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કેર 104 રન થઈ ગયો છે.

જો આજની મેચ જીતી જાય તો મુંબઈ ઈન્ડિયન્સ પાછલા 7 વર્ષથી ચાલી આવી રહેલી પરંપરાને તોડી નાખશે. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ 2013 બાદ એકેય સિઝનની ઓપનિંગ મેચ જીત્યું નથી પરંતુ જો આજની મેચ મુંબઈ ઈન્ડિયન્સ જીતી જાય તો મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગમાં એક નવો ઈતિહાસ સર્જાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X