RCB vs SRH: શું બેંગ્લોરના આ ધાકડ બેટ્સમેનની વાપસી થશે?

RCB vs SRH: શું બેંગ્લોરના આ ધાકડ બેટ્સમેનની વાપસી થશે?

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમ આજે આઈપીએલ 2021ના છઠ્ઠા મુકાબલામાં આમને-સામને થશે. ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં બંને ટીમ લીગનો પોતાનો બીજો મુકાબલો રમશે. આ મુકાબલામાં ડેવિડ વોર્નર જ્યાં હૈદરાબાદની આગેવાની કરશે ત્યાં જ બેંગ્લોરની કમાન વિરાટ કોહલીના હાથમાં હશે. વિરાટ એન્ડ કંપની પોતાનો પહેલો મેચ જીતી ચૂકી છે અને તેના હોસલા બુલંદ છે જ્યારે હૈદરાબાદ માટે પહેલી મેચ સારી ની રહી અને તેને કોલકાતાના હાથે હારનો સામનો કરવો પડી રહ્યો હતો. એવામાં હૈદરાબાદની ટીમ આ મુકાબલાને જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવવા માંગશે.

SRH vs RCB

સનરાઈઝર્સ હૈદરાબાદ

હૈદરાબાદ માટે પહેલો મુકાબલો ઉમ્મીદ મુજબ નહોતો રહ્યો. આ મેચમાં તેના સલામી બેટ્સમેનની સાથોસાથે ફાસ્ટ બોલર્સ પણ પ્રભાવ નહોતા છોડી શક્યા. ઈજાના કારણે કેન વિલિયમસન પહેલો મુકાબલો નહોતા રમી શક્યા અને બીજા મુકાબલામાં તેમનું રમવું મુશ્કેલ છે. હાર છતાં હૈદરાબાદની ટીમ કદાચ જ કોઈ મોટો બદલાવ કરશે.

સંભાવિત પ્લેઈંગ ઈલેવન હૈદરાબાદ

ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સહા, જૉની બેયરસ્ટો, મનીષ પાંડે, મોહમ્મદ નબી, વિજય શંકર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, ટી નટરાજન, સંદીપ શર્મા.

રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર

બેંગ્લોરની ટીમ માટે પહેલો મેચ થોડો સકારાત્મક તો થોડો ચિંતાજનક રહ્યો હતો. જો કે આ મેચમાં તેની બેટિંગમાં બદલાવ જોવા મળી શકે છે. પાછલી સિઝનના સ્ટાર રહેલા દેવદત્ત પડીક્કલ કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે અને હવે રમવા માટે તૈયાર છે, એવામાં ઓપનર તરીકે તેમની વાપસી થઈ શકે છે. આ કારણે ટીમમાં પણ થોડા બદલાવ થઈ શકે છે.

સંભાવિત પ્લેઈંગ ઈલેવન

દેવદત્ત પડીક્કલ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, રજત પાટીદાર, વૉશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, કાઈલ જૈમીસન, મોહમ્મદ સિરાજ, ડેનિયલ ક્રિશ્ચિયન, યુઝવેન્દ્ર ચહલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X