For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે મુસ્તાફિઝુર રહેમાન જેણે ટીમ ઇન્ડિયાની કાઢી હવા

|
Google Oneindia Gujarati News

મીરપુર, 23 જૂન: હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર છે, જોકે આ પ્રવાસ દરમિયાન અત્યાર સુધી ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ભારતીય ટીમનો બાંગ્લાદેશની સામે વનડે શ્રેણીમાં 2.0 હારનો સામનો કરવો પડ્યો છે. ત્રીજી અને છેલ્લી વનડે મેચ 24 જૂનના રોજ રમાવાની છે. આ શ્રેણીમાં ભારતીય ધુરંધરોને ઢેર કરનાર બોલર મુસ્તાફિઝુર રહેમાન રાતોરાત હિરો બની ગયો છે.

મુસ્તફિઝુરે પોતાની કારકિર્દીની પ્રથમ બે આંતરરાષ્ટ્રીય વનડેમાં 11 વિકેટ લઇને એક નવો જ કિર્તિમાન સ્થાપી દીધો છે, અને આવું કરનાર તે પ્રથમ બોલર પણ બની ગયો છે. ત્રીજી અને છેલ્લી વનડે મેચ 24 જૂનના રોજ રમાવાની છે. બે વનડે મેચોમાં ભારતીય શેરોની હવા કાઢનાર કોણ છે આ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર આવો જાણીએ તેના વિશે...

આવો જાણીએ ટીમ ઇન્ડિયાની હવા કાઢનાર બોલર મુસ્તાફિઝુર રહેમાન વિશે આ 10 વાતો...

મુસ્તાફિઝુર રહેમાન

મુસ્તાફિઝુર રહેમાન

1. મુસ્તાફિઝુર રહેમાનની ઉંમર હજી પણ 19 વર્ષની છે અને તેમનો જન્મ બાંગ્લાદેશના સતખિરા ડિસ્ટ્રિક્ટમાં થયો છે.
2. ભારતની વિરુદ્ધ જ તેમણે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

મુસ્તાફિઝુર રહેમાન

મુસ્તાફિઝુર રહેમાન

3. 18 ડૂન 2015ના રોજ રહેમાને પોતાની પહેલી મેચમાં પાંચ વિકેટ લઇને મેન ઓફ ધ મેચનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
4. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના યુવાન બોલર મુસ્તફિઝુર રહેમાને ભારતની વિરુદ્ધ જારી ત્રણ મેચોની વનડે શ્રેણીની બે મેચોમાં 11 વિકેટ લઇને રેકોર્ડબુકમાં પોતાનું નામ નોંધાવી લીધું છે.

મુસ્તાફિઝુર રહેમાન

મુસ્તાફિઝુર રહેમાન

5. મુસ્તાફિઝુર વનડે ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું કરિયરની શરૂઆત બે મેચોમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયા છે.
6. પ્રથમ વનડેમાં ધોનીની સાથે ધક્કો લાગવાથી વિવાદોમાં પણ આવ્યા અને તેમની પર 50 ટકા મેચ ફીસનો દંડ પણ લાગ્યો.

મુસ્તાફિઝુર રહેમાન

મુસ્તાફિઝુર રહેમાન

7. ન્યૂઝિલેન્ડના ડેનિયલ વિટોરી બાદ મુસ્તફિઝુર બીજા બોલર છે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆતી બે વનડે મેચોમાં પાંચ પાંચ વિકેટ નિકાળી છે.
8. મુસ્તફિઝુરની હાઇટ 5 ફુટ 11 ઇંચ છે અને તે ડાબા હાથના મધ્યમ ગતિના બોલર છે.

મુસ્તાફિઝુર રહેમાન

મુસ્તાફિઝુર રહેમાન

9. મીરપુરમાં જ રમાયેલ પહેલી વનડેમાં મુસ્તાફિઝુરે 50 રન આપીને 5 વિકેટ લીધી હતી અને રવિવારે રમાયેલી બીજી વનડેમાં 43 રન આપીને 6 વિકેટ ઝડપી.
10. મુસ્તાફિઝુરે બાંગ્લાદેશ માટે વનડે મેચમાં ત્રીજી સૌથી સારી બોલીંગ રજૂ કરી છે આની પહેલા મશરફે મુર્તજાએ કરી હતી.
11. 2006માં કેન્યા વિરુદ્ધ 26 રન આપીને 6 અને રૂબેન હુસૈને 2013માં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ 26 રન આપની છ વિકેટ લીધા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
19 Years Old Mustafizur Rahman is the only cricketer in ODI history who had taken 11 wickets in his very first two matches of his career.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X