Rinku Singh Father Death: રિંકુ સિંહ વર્લ્ડ કપમાં રમશે? શું કહ્યું BCCI એ?

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું લિવર કેન્સર સામેની લાંબી લડાઈ બાદ નિધન થયું છે. સ્ટેજ-4 કેન્સરથી પીડાતા પિતાના નિધનના સમાચાર મળતા જ રિંકુ સિંહ તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા હતા.

રિંકુ સિંહ શુક્રવારે વહેલી સવારે ચેન્નઈથી ફ્લાઈટ પકડી દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાંથી પોતાના વતન અલીગઢ ગયા હતા. અલીગઢમાં તેમણે પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી તેમને અંતિમ વિદાય આપી હતી.

BCCI સેક્રેટરી દેવજીત સાઇકિયાએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા પુષ્ટિ કરી છે કે રિંકુ સિંહ ટીમ સાથે નથી. તેઓ બપોરે કોલકાતા જનારી ફ્લાઈટમાં પણ જોડાયા નહોતા અને હાલ પરિવારની સાથે છે.

ટીમ ઈન્ડિયા રવિવારે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે અત્યંત મહત્વપૂર્ણ 'કરો યા મરો' જેવો સુપર-8 મુકાબલો રમવા જઈ રહી છે. આ મેચ જીતનારી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે, જ્યાં તેમનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે.

પિતાની તબિયત નાજુક હોવાથી રિંકુ સિંહ અગાઉ નોઈડાની હોસ્પિટલમાં તેમની સાથે હાજર હતા અને ત્યારબાદ ટીમ સાથે જોડાયા હતા. જોકે, 21 ફેબ્રુઆરીથી તેમના પિતા વેન્ટિલેટર પર હોવાથી રિંકુ સતત ચિંતામાં હતા.

રિંકુ સિંહના પિતા તેમના સૌથી મોટા પ્રેરણાસ્રોત રહ્યા છે અને આ મુશ્કેલ સમયમાં સમગ્ર ક્રિકેટ જગત રિંકુ સાથે છે. રિંકુની ગેરહાજરીમાં આગામી મહત્વની મેચમાં ટીમ ઈન્ડિયા માટે પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X