' હું ત્યારે ડરી ગયો હતો', અનન્યા પાંડે અને સારા અલી ખાન અંગેની સર્ચ હિસ્ટ્રી અંગે રિયાન પરાગે હવે કરી સ્પષ્ટત
એક વર્ષે પહેલાની વાત છે, જ્યારે ભારતીય ટીમના ખેલાડી રિયાન પરાગને ટ્રોલ કરવામાં આવ્યો હતો. કારણ હતું બે બોલિવૂડને સર્ચ કરવાની પદ્ધતિ. યુટ્યુબ પર સર્ચ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે પરાગે અનન્યા પાંડે હોટ અને સારા અલીમાંથી કોણ સૌથી વધુ હોટ છે તે સર્ચ કર્યુ હતુ.
ખરેખર એક ગેમિંગ સ્ટ્રીમિંગ દરમિયાન રિયાન પરાગ લાઈવ હતો અને તે યુટ્યુબ પર મ્યુઝિક સર્ચ કરવા ગયો, તે જ સમયે તેની સર્ચ હિસ્ટ્રીમાં અનન્યા અને સારાના નામ જોઈને ચાહકોએ તેને ટ્રોલ કર્યો અને તેની મજાક પણ ઉડાવી. ત્યારે પરાગે કંઈ કહ્યું નહીં.
હવે આ અંગે રિયાન પરાગ તરફથી સ્પષ્ટતા આવી છે. સિટી 1016 રેડિયો સ્ટેશન સાથે વાત કરતા રિયાન પરાગે આખી વાર્તા કહી. તેમણે કહ્યું કે તે સમયે મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે IPL પહેલા તેઓ ડિસ્કોર્ડ ટીમ સાથે સ્ટ્રીમિંગ વિશે વાત કરી રહ્યા હતા. મારી સર્ચ હિસ્ટ્રી પણ ખોટી રીતે દર્શાવવામાં આવી હતી.

ટીમનો વ્યક્તિ મને ફસાવવા માંગતો હતો
તેણે કહ્યું, હું IPLપછી ચેન્નાઈમાં હતો અને ડિસ્કોર્ડ ટીમ સાથે લાઈવ સ્ટ્રીમિંગ પર ગયો હતો. ટીમનો એક વ્યક્તિ આઈપીએલ પહેલા મને ફસાવવા માંગતો હતો, જેને પાછળથી ડિસ્કોર્ડ ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ IPL મારા માટે સારી રહી.
મેં સ્પષ્ટતાં કરી હોત તો પણ લોકો સમજ્યાં ન હોત
પરાગે કહ્યું કે આઈપીએલમાંથી પાછા આવ્યા પછી મેં મારું સ્ટ્રીમ ખોલ્યું અને સંગીત સાંભળવા માટે યુટ્યુબ પર ગીતો શોધી રહ્યો હતો અને મને ખબર નહોતી કે ત્યાં શું થઈ રહ્યું છે. જ્યારે સ્ટ્રીમ સમાપ્ત થઈ ત્યારે સ્પષ્ટ થયું કે બધું વાયરલ થઈ ગયું છે. પરાગે કહ્યું કે મને ડર લાગ્યો હતો અને મને લાગ્યું નહીં કે મારે જાહેરમાં જઈને સ્પષ્ટતા કરવી જોઈએ. જો મેં પરિસ્થિતિ સ્પષ્ટ કરી હોત તો કોઈ પણ સમજી શક્યું ન હોત.
ખરેખર વાત એ હતી કે પરાગના ગેમિંગ લાઈવ સ્ટ્રીમ દરમિયાન, ગીતો સાંભળવા માટે યુટ્યુબ પર સર્ચ કરતો હતો અને ત્યાં પહેલાથી જ સર્ચ કરેલી કેટલીક વસ્તુઓ હતી. તેમાં અનન્યા પાંડે અને સારા અલી ખાનના નામ પણ હતા.












Click it and Unblock the Notifications
