For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIના 36મા અધ્યક્ષ બન્યા રોજર બિન્ની, એન્યુઅલ જનરલ મીટિંગમાં લેવાયો નિર્ણય

ભારતીય ક્રકેટ કંટ્રોલ બોર્ડને રોજર બીન્નીના રૂપમાં નવા અધ્યક્ષ મળ્યા છે. મંગળવારના રોજ મુંબઇની તાજ હોટલમાં યોજાયેલી BCCIની એન્યુઅલ જનરલ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રકેટ કંટ્રોલ બોર્ડને રોજર બીન્નીના રૂપમાં નવા અધ્યક્ષ મળ્યા છે. મંગળવારના રોજ મુંબઇની તાજ હોટલમાં યોજાયેલી BCCIની એન્યુઅલ જનરલ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, કોષાધ્યક્ષ અરૂણ સિંહ ઘુમલ અને પૂર્વ દિગ્ગજ ક્રિરેટર અને નવા અધ્યક્ષ રોજર બિન્ની પોતે હાજર રહ્યા હતા.

BCCIના હોદ્દેદારોની ચૂંટણીને માત્ર ઔપચારિકતા હતી

BCCIના હોદ્દેદારોની ચૂંટણીને માત્ર ઔપચારિકતા હતી

આ બેઠકમાં BCCIના આગામી અધ્યક્ષ અને આઈસીસી અધ્યક્ષ પદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બીસીસીઆઈના હોદ્દેદારોની ચૂંટણીને માત્ર ઔપચારિકતા માનવામાં આવી રહી હતી.

1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીને પણ અધ્યક્ષ તરીકે ગણવામાં આવતા હતા. બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પહેલેથી જ જણાવ્યું હતું કે, તેઓ બિનહરીફ ચૂંટાઈ શકે છે અને એવું જ થયું.

વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લા, સેક્રેટરી તરીકે જય શાહ, ટ્રેઝરર તરીકે આશિષ શેલાર, જોઈન્ટ સેક્રેટરી તરીકે દેવજીત સૈકિયા અને IPL ચેરમેન તરીકે અરુણ ધૂમલ.

બોર્ડના સભ્યોની વાર્ષિક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, શું BCCIએ ICCના અધ્યક્ષ પદ માટે તેના ઉમેદવારને ઊભા રાખવા જોઈએ અથવા વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલીને બીજી મુદ્દત માટે સમર્થન આપવું જોઈએ.

ICC અધ્યક્ષ પદ માટે ભારતીય દાવેદાર કોણ બની શકે?

ICC અધ્યક્ષ પદ માટે ભારતીય દાવેદાર કોણ બની શકે?

ICC અધ્યક્ષ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. મેલબોર્નમાં 11 થી 13 નવેમ્બર દરમિયાન યોજાનારી ICC બોર્ડની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

હાલમાં જ આઈસીસી અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીના નામની ચર્ચા થઈ હતી, પરંતુ હજૂ સુધી આખરી મહોર લાગી નથી. આ દરમિયાન સમાચાર આવ્યા કે, ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે.

બોર્ડના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, એ નિશ્ચિત છે કે, જય શાહ ICC બોર્ડની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

હવે બોર્ડના સભ્યોએ નક્કી કરવાનું છે કે, આઈસીસીના અધ્યક્ષ પદ માટે આપણા ઉમેદવાર હોવો જોઈએ કે, પછી ગ્રેગ બાર્કલીને બીજી મુદ્દત પૂરી કરવા દેવી જોઈએ.

રાજ્ય સંઘોને 30-30 કરોડ રૂપિયા મળશે

રાજ્ય સંઘોને 30-30 કરોડ રૂપિયા મળશે

એજીએમ દરમિયાન, રાજ્ય એસોસિએશન માટે પ્રત્યેક રૂપિયા 30 કરોડ વિશે પણ ચર્ચા થઈ હતી. જોકે, તે તેમનો અધિકાર છે, રાજ્ય એકમોને કહેવામાં આવ્યું છે કે, તેમના ખાતામાં તેમના હિસ્સા તરીકે 30 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. નોર્થ ઈસ્ટ અને નવા રાજ્યોનો હિસ્સો થોડો અલગ હોય શકે છે, પરંતુ BCCIના તમામ સભ્યો મોટા ઘટાડા માટે તૈયાર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Roger Binny became the 36th president of BCCI, a decision taken at the Annual General Meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X