38 વર્ષની ઉંમરે રોહિત શર્માનો મોટો ધમાકો, વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. આઈસીસીની તાજેતરની વનડે બેટ્સમેન રેન્કિંગમાં રોહિતે શાનદાર છલાંગ લગાવીને નંબર-1 સ્થાન હાંસલ કર્યું છે.

રોહિતે બે સ્થાનની પ્રગતિ કરીને 781 રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા છે. 38 વર્ષની ઉંમરે વનડે રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા છે.

બીજી તરફ, ગયા અઠવાડિયા સુધી ટોચ પર રહેલા શુભમન ગિલ બે સ્થાન નીચે સરકીને ત્રીજા નંબર પર પહોંચી ગયા છે, તેમની પાસે હવે 745 પોઈન્ટ્સ છે. અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝાદરાન 764 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે.

ટોપ-10 બેટ્સમેનો

  • રોહિત શર્મા (ભારત) - 781
  • ઇબ્રાહિમ ઝાદરાન (અફઘાનિસ્તાન) - 764
  • શુભમન ગિલ (ભારત) - 745
  • બાબર આઝમ (પાકિસ્તાન) - 739
  • ડેરિલ મિચેલ (ન્યૂઝીલેન્ડ) - 734
  • વિરાટ કોહલી (ભારત) - 725
  • ચરિત અસલંકા (શ્રીલંકા) - 716
  • હેરી ટેક્ટર (આયર્લેન્ડ) - 708
  • શ્રેયસ ઐયર (ભારત) - 700
  • શાઈ હોપ (વેસ્ટઈન્ડિઝ) - 690

આઈસીસીની આ નવી યાદીમાં ભારતના ચાર બેટ્સમેન (રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર) ટોપ-10માં સામેલ છે. જો કે, આ વખતે વિરાટ કોહલી એક સ્થાન નીચે સરકીને છઠ્ઠા નંબર પર આવી ગયા છે, જ્યારે શ્રેયસ ઐયર એક સ્થાન ઉપર ચઢ્યા છે.

પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એક સદી અને એક અડદી સદી ફટકાર્યા હતા, જેના કારણે તેમની રેન્કિંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. તેમની સતત ફોર્મ અને મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતાએ તેમને ફરીથી ટોચ પર પહોંચાડી દીધા છે.

શ્રેયસ ઐયરને એક સ્થાનનો ફાયદો થયો છે, તેઓ નવમા નંબર પર છે. બીજી તરફ ગિલ ઓસ્ટ્રેલિયામાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા, જેના કારણે તેઓ સીધા બે સ્થાન નીચે સરકીને ત્રીજા નંબર પર પહોંચી ગયા છે. બોલરોની રેન્કિંગમાં કુલદીપ યાદવ એકમાત્ર ભારતીય છે, જે સાતમા સ્થાને છે, જો કે તેને એક સ્થાનનું નુકસાન થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X