RR vs MI : મુંબઈ હજુ પણ પહેલી જીતથી દુર, સતત ત્રીજી શરમજનક હાર
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલાને રાજસ્થાને જીતી લીધો છે. બીજી તરફ મુંબઈ હજુ પણ તેની પહેલી જીતથી દુર છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબલામાં રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જે એકદમ સાચો સાબિત થયો.

રાજસ્થાનના બોલરો સામે મુંબઈની ટીમ પત્તાની જેમ વિખેરાઈ અને 9 વિકેટ ગુમાવીને માત્ર 125 રન જ બનાવી શકી. મુંબઈનો કોઈપણ બેટ્સેમન મોટો સ્કોર બનાવી શક્યો નહી.
બીજી તરફ રાજસ્થાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ. ટ્રેન્ટ બોલ્ડ અને ચહલ સામે ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઈ. બન્નેએ 3-3 વિકેટ ઝડપી. આ સિવાય 2 વિકેટ નાંદ્રે બર્જરે પોતાના નામે કરી.
બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતરેલી રાજસ્થાને આસાનીથી સ્કોર પાર કરીને માત્ર 4 વિકેટ ગુમાવીને 15.3 ઓવરમાં મુકાબલો જીતી લીધો. રાજસ્થાન માટે રિયાન પરાગે શાનદાર બેટિંગ કરતા 39 બોલમાં 54 રનની ઈનિંગ રમી.
રાજસ્થાનની આ સતત ત્રીજી જીત છે તો બીજી તરફ મુંબઈ સતત ત્રમ મુકાબલા હારીને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.












Click it and Unblock the Notifications
