For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RR vs SRH: પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાને ખડક્યો રનોનો પહાડ, 20 ઓવરમાં બનાવ્યા 210 રન

IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાયા છે. ટુર્નામેન્ટની પાંચમી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થઇ હતી. સનરાઇજર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્

|
Google Oneindia Gujarati News

IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાયા છે. ટુર્નામેન્ટની પાંચમી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થઇ હતી. સનરાઇજર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાન રોયલ્સો 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 210 રન બનાવ્યા હતા. હવે હૈદરાબાદે જીતવા માટે 20 ઓવરમાં 211 રન બનાવવા પડશે. કેન વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ તથા સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી રહ્યાં છે.

IPL 2022

ઉલ્લેખનિય છેકે રાજસ્થાન તરફથી બેટીંગ કરતા સંજુ સેમશને 5 સિક્સર અને 3 ચોગ્ગાની મદદથી 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જોશ બટલરે 28 બોલમાં 35 રન, દેવદત્ત પડિક્કલે 29 બોલમાં 41 રન તથા શિમરોન હેટમાયરે 13 બોલમાં 32 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી બોલિંગ કરતા ઉમરાન મલિક - ટી નટરાજને 2-2 વિકેટ તથા ભુવનેશ્વર કુમાર-રોમારીઓ શેફર્ડે 1-1 વિકેટ ઝડપી હતી.

જો તમે બંને ટીમો વચ્ચેના આંકડા પર નજર નાખો તો થોડો તફાવત છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 15 મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદે 8 જ્યારે રાજસ્થાને 7 મેચ જીતી છે. એક ટીમ આ અંતરને દૂર કરવા માંગશે જ્યારે બીજી ટીમ તેમની લીડને વધુ મજબૂત કરવા માંગશે.

RRની પ્લેઇંગ XI: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (w/c), શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, નાથન કુલ્ટર-નાઇલ, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા.

SRHની પ્લેઇંગ XI: અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, કેન વિલિયમસન (સી), નિકોલસ પૂરન (ડબલ્યુ), એડન માર્કરામ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
RR vs SRH: Batting first, Rajasthan scored 210 runs in 20 overs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X