SA vs NED, World Cup 2023: ભીની પીચને કારણે ટોસમાં વિલંબ, વરસાદ બન્યો વિધ્ન

SA vs NED, South Africa vs Netherlands, World Cup 2023: વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં રહેલી સાઉથ આફ્રિકાની ટીમ અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં વરસાદને કારણે પીચ ભીની છે, જે કારણે ટોસ ડીલે કરવામાં આવ્યો છે.

શાનદાર ફોર્મમાં દક્ષિણ આફ્રિકાની ટીમ - દિલ્હીમાં રમાયેલી પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે 428 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યા બાદ શ્રીલંકા સામે 102 રનથી જીત મેળવી હતી. આ પછી લખનઉમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.

SA vs NED

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો પોતાની ક્ષમતા મુજબ રમી રહી નથી, ત્યારે દક્ષિણ આફ્રિકાએ દરેક વિભાગમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, ટોચના ક્રમના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેન અને એડન માર્કરામે પ્રભાવિત કર્યા છે.

શ્રીલંકાના બેટ્સમેનો સામે તેના બોલરો એટલા અસરકારક નહોતા, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની આગામી મેચમાં તેણે પુનરાગમન કર્યું હતું. ડી કોકે સતત બીજી સદી ફટકારી હતી જ્યારે માર્કો જેન્સન અને કાગીસો રબાડા બોલિંગમાં અસરકારક રહ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 177 રનથી જીતી લીધી હતી.

2022માં નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવી અપસેટ સર્જ્યો - 2022ના T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની નજર નેધરલેન્ડ સામે બદલો લેવા અને મોટા માર્જિનથી જીતવા પર હશે. નેધરલેન્ડે T20 વર્લ્ડ કપ 2009માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

આ પછી, 2022 T20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડમાં, નેધરલેન્ડે ટેમ્બા બાવુમાના નેતૃત્વવાળી દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધી હતી.

જેનો ફાયદો પાકિસ્તાની ટીમને થયો અને ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. સ્કોટ એડવર્ડ્સની આગેવાની હેઠળની ટીમ તે જીતમાંથી પ્રેરણા લેવા માંગે છે, પરંતુ T20 અને ODI ક્રિકેટમાં દુનિયાનો તફાવત છે.

ક્રિકેટમાં ચમત્કારો થાય છે અને રવિવારે દિલ્હીમાં અફઘાનિસ્તાને વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને તેની ઝલક આપી હતી. આવી સ્થિતિમાં નેધરલેન્ડ બીજા અપસેટની શોધમાં રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X