Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SA vs PAK, World Cup 2023: 270 રનમાં ઓલ આઉટ થયું પાકિસ્તાન, તબરીઝ શમ્સીએ લીધી 4 વિકેટ

SA vs PAK, World Cup 2023: પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા બંનેએ આ જ રીતે વર્લ્ડ કપની શરૂઆત કરી હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમે ટોસ જીત્યો હતો, જેમાં બાબર આઝમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ માત્ર 270 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી.

પાકિસ્તાનન તરફથી સાઉદ શકિલે 52 બોલમાં 52 રન બનાવ્યા છે. આ સાથે બાબર આઝમ 50(65), શબાબ ખાન 43(36) અને મહોમ્મદ નવાઝે 24(24) રન બનાવ્યા છે.

Tabraiz Shamsi

જો સાઉથ આફ્રિકાની બોલિંગની વાત કરીએ તો તબરીઝ શમ્સીએ સૌથી વધુ 4 વિકેટ લીધી છે. જ્યારે માર્કો જેશને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત ગેરાલ્ડ કોઇઝેટાએ 2 અને લુંગી ન્ગીડીએ 1 વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે, બંને ટીમોએ પ્રથમ બે મેચમાં સારી જીત નોંધાવી હતી અને પછી ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

એક હાર બાદ દક્ષિણ આફ્રિકાએ સતત જીત નોંધાવી છે. જ્યારે પાકિસ્તાનમાં સ્થિતિ મુશ્કેલીમાં છે. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આજની આ મેચ ઘણી મહત્વની બની રહી છે.

ઉલ્લેખનીય છે કે, 1992માં જ્યારે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થવાનું હતું, ત્યારે ટીમે સતત 5 મેચ જીતીને શાનદાર વાપસી કરી હતી.

પાકિસ્તાન આ વખતે પણ આવી જ સ્થિતિમાં પહોંચી ગયું છે. સતત ચાર મેચ જીતીને પાકિસ્તાન સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.

જોકે, દક્ષિણ આફ્રિકા સામે જીતવું પાકિસ્તાન માટે સરળ નહીં હોય. દક્ષિણ આફ્રિકાએ છેલ્લી પાંચ મેચમાં 400, 399, 382, ​​300 થી વધુ રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન જબરદસ્ત ફોર્મમાં છે.

આજની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપમાં ચેન્નાઈની પીચ પર આ છેલ્લી મેચ છે. અહીં બોલરોને ટર્ન મળે છે, ફાસ્ટ બોલરોને પણ મદદ મળે છે. છેલ્લી ચાર મેચમાંથી પીછો કરતી ટીમ ત્રણ વખત જીતી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X