મેચ જોવા આવેલી કાશ્મીરી કન્યાના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો હતો, ફિલ્મી છે સરફરાઝ ખાનની લવ સ્ટોરી
ભારતીય ટીમના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા સરફરાઝ ખાનને ટીમમાં જગ્યા મળી છે. સરફરાઝ ખાન તેના ક્રિકેટ કરિયર સિવાય અંગત લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
કેએલ રાહુલની ઈજા બાદ સરફરાઝ ખાનને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી છે. સરફરાઝ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાશે.

કાશ્મીરી યુવતીએ ક્લિન બોલ્ડ કર્યો
સરફરાઝ ખાન ભારત માટે ટેસ્ટ મેચમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરશે. ક્રિકેટના મેદાન પર બેટથી આતંક મચાવનાર સરફરાઝ ખાનની લવસ્ટોરી ઘણી રોમેન્ટિક છે. ગયા વર્ષે સરફરાઝ ખાને જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા, તેણીનું નામ રોમાના ઝહૂર છે.
સરફરાઝ ખાન અને રોમાના ઝહૂર એક ક્રિકેટ મેચ દરમિયાન મળ્યા હતા. રોમાના મેચ જોવા સ્ટેડિયમમાં આવી હતી અને સરફરાઝ ખાને તેને જોતા જ પ્રેમમાં પડી ગયો. સરફરાઝ ખાનની પિતરાઈ બહેન રોમાના સાથે દિલ્હીમાં એમએસસીનો અભ્યાસ કરતી હતી અને તેણે જ સરફરાઝને રોમાના સાથે પરિચય કરાવ્યો હતો.
સરફરાઝ ખાન પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો. પ્રથમ મુલાકાત બાદ બંને વચ્ચે મુલાકાતો શરૂ થઈ. બંને વચ્ચે મિત્રતા થઈ અને આખરે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. સરફરાઝ ખાન અને રોમાનાએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ,
સરફરાઝે પહેલા તેના પરિવારને રોમાના વિશે જણાવ્યું. આ પછી સરફરાઝનો પરિવાર કાશ્મીરમાં રોમાનાના ઘરે ગયો હતો. બંને પરિવારોએ લગ્ન અંગે ચર્ચા કરી અને પરસ્પર સંમતિથી બંનેના લગ્ન કરાવ્યા.












Click it and Unblock the Notifications
