For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shane Warne bike Accident : ક્રિકેટર શેન વોર્નને નડ્યો બાઇક અકસ્માત, પુત્ર પણ હતો સાથે

ઓસ્ટ્રેલિયાના સ્પિન-બોલિંગ આઇકોન શેન વોર્નને રવિવારના રોજ બાઇક અકસ્માત નડ્યો હતો. શેન વોર્ન તેના પુત્ર જેક્સન સાથે બાઇક ચલાવી રહ્યો હતો અને બાઇક પરથી સ્લીપ થઇ ગયો હતો. તેમના પુત્રને પણ થોડી ઈજાઓ થઈ હતી.

|
Google Oneindia Gujarati News

Shane Warne bike Accident : ઓસ્ટ્રેલિયાના સ્પિન-બોલિંગ આઇકોન શેન વોર્નને રવિવારના રોજ બાઇક અકસ્માત નડ્યો હતો. શેન વોર્ન તેના પુત્ર જેક્સન સાથે બાઇક ચલાવી રહ્યો હતો અને બાઇક પરથી સ્લીપ થઇ ગયો હતો. તેમના પુત્રને પણ થોડી ઈજાઓ થઈ હતી.

સિડની મોર્નિંગ હેરાલ્ડે ન્યૂઝ કોર્પને ટાંકીને આ સમાચાર આપ્યા છે, જ્યારે વોર્ન બાઇક પરથી પડી ગયો, ત્યારે તે 15 મીટર સુધી ઢસડાતો રહ્યો હતો. જો કે, શેન વોર્નને શરીરના કોઈપણ ભાગમાં કોઈ ગંભીર ઈજા ન હોવાથી તે તાત્કાલિક હોસ્પિટલમાં ગયો ન હતો, પરંતુ સોમવારની સવારે જ્યારે તેને થોડો દુઃખાવો થવા લાગ્યો, ત્યારે તે ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયો હતો.

કોમેન્ટ્રી બોક્સમાં પરત ફરવા માટે તૈયાર છે શેન વોર્ન

કોમેન્ટ્રી બોક્સમાં પરત ફરવા માટે તૈયાર છે શેન વોર્ન

શેન વોર્ને અકસ્માત બાદ જણાવ્યું હતું કે, હું થોડો અસ્વસ્થ, ઘાયલ અને ખૂબ જ દુઃખી છું. જો કે, શેન વોર્ન પ્રથમ એશિઝ ટેસ્ટ મેચ માટે કોમેન્ટ્રી બોક્સમાં પરત ફરવામાટે તૈયાર છે, જે 8 ડિસેમ્બર, 2021ના રોજ ગાબા ખાતે શરૂ થવાની છે.

શેન વોર્ન સર્વકાલીન મહાન બોલર્સમાંથી એક છે. લેગ-સ્પિન વિઝાર્ડે ઓસ્ટ્રેલિયન ટીમ માટે145 ટેસ્ટ અને 194 વનડે રમી હતી. વોર્ને ટેસ્ટમાં 708 વિકેટ લીધી હતી, જ્યારે વનડે ફોર્મેટમાં 293 વિકેટ લીધી હતી.

શેન વોર્ને તેની શાનદાર કારકિર્દીમાં કુલ 38વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે અને તે 1996 અને 1999 વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો.

રાજસ્થાન માટે IPLનો ખિતાબ જીત્યો

રાજસ્થાન માટે IPLનો ખિતાબ જીત્યો

શેન વોર્ને 1999ના વર્લ્ડ કપની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. શેન વોર્ને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2007માં કાંગારૂઓ માટે રમી હતી.

શેન વોર્ન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પણ એક ભાગ હતો અને વર્ષ 2008માં રાજસ્થાન રોયલ્સ (આરઆર)ને તેનું પ્રથમ અને એકમાત્ર IPL ખિતાબ જીતાડ્યુંહતું.

તેના ગયા બાદ રાજસ્થાને 11 સિઝન રમી હતી, પરંતુ તે ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. શેન વોર્ને IPLની 55 મેચોમાં 7.27ના ઈકોનોમી રેટથી 57 વિકેટલીધી છે.

શેન વોર્ન સાથે જોડાયેલા વિવાદો

શેન વોર્ન સાથે જોડાયેલા વિવાદો

ઉલ્લેખનીય છે કે, શેન વોર્ન ઘણા વિવાદોમાં રહ્યો છે. તેના પર ડ્રગ્સ લેવાનો પણ આરોપ હતો, તેમજ તેનું નામ સેક્સ સ્કેન્ડલમાં પણ આવ્યું હતું.

આ વિવાદોને કારણેતેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2003માં સાઉથ આફ્રિકામાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા તે ડ્રગ્સ ટેસ્ટમાં ફેલ થયો હતો, જે બાદ તેને ટીમમાંથીબહાર કરવો પડ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Cricketer Shane Warne was hit by a bike accident, along with his son.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X