For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેચ નહોતો રમ્યો છતાં ટ્રોલ થવા લાગ્યો પાકિસ્તાની ખેલાડી શોએબ મલિક!

મેચ નહોતો રમ્યો છતાં ટ્રોલ થવા લાગ્યો પાકિસ્તાની ખેલાડી શોએબ મલિક!

|
Google Oneindia Gujarati News

યૂએઈમાં રમાઈ રહેલ એશિયા કપનો રોમાંચ જોતાં જ બની રહ્યો છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી હાઈવોલ્ટેજ મુકાબલો રમાણો હતો. જો કે, આ ખતે પાડોસીના ખાતામાં જીત ગઈ. પાકિસ્તાને ભારે રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને અંતિમ ઓવરમાં 5 વિકેટે હરાવ્યા. જીત સાથે જ બાબર એન્ડ કંપનીએ ફાઈનલ તરફ પોતાનું ડગલું માંડી દીધું છે.

શોએબ મલિકની મજાક ઉડી

શોએબ મલિકની મજાક ઉડી

જણાવી દઈએ કે પાકિસ્તાનની જીત બાદ પૂર્વ કેપ્ટન શોએબ મલિક મેચમાં રમ્યા નહોતા છતાં ફેન્સની ટ્રોલિંગનો શિકાર થઈ ગયા. થયું એવું કે જીત બાદ શોએબે એક ટ્વીટ કરી આખા પાકિસ્તાનને જીતની શુભેચ્છાઓ પાઠવી. દિગ્ગજ ખેલાડીએ લખ્યું- 'બધા ઢોલ કાઢી લો...'

બસ પછી તો શું હતું... મલિકના ટ્વીટ કરતાની સાથે જ હારનું દુઃખ પાળી રહેલા ભારતીય ફેન્સે તેની મજાક ઉડાવવાનો એકપણ મોકો ના છોડ્યો.

પત્નીની હારની ખુશી

પત્નીની હારની ખુશી

શોએબની મજાક ઉડાવતાં એક ભારતીય ફેને લખ્યુ- 'પત્નીની હારની ખુશી મનાવી રહ્યો છે.' અન્ય એક યૂઝરે લખ્યું, 'સાનિયા આ માણસને ઘરેથી કાઢી મૂક.' બીજા એક ફેને લખ્યું, 'જોજો આ હારનો બદલો સાનિયા 11 સપ્ટેમ્બરે લેશે.'

ઉલ્લેખનીય છે કે શોએબ મલિક ભારતીય દિગ્ગજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાનો પતિ છે. અગાઉ પણ જ્યારે-જ્યારે મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થતી ત્યારે પણ સોશિયલ મીડિયા પર શોએબ મલિકની ખુબ મજાક ઉડાવવામાં આવતી હતી.

લગ્નને 12 વર્ષ થયાં

લગ્નને 12 વર્ષ થયાં

શોએબ અને સાનિયાનાં લવ મેરેજ થયાં. બંનેએ 12 એપ્રિલ 2010ના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરો પણ છે, જેનું નામ ઈજહાન છે. બંનેની લવ સ્ટોરી 2009માં શરૂ થઈ હતી, જ્યારે સાનિયા અને શોએબ ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં મળ્યા હતા. વાતચીતનો સિલસિલો આગળ વધ્યો અને લગ્ન સુધી વાત પહોંચી. બંનેની જોડીને ફેન્સ વચ્ચે ખુબ પસંદ કરવામાં આવે છે.

એશિયા કપમાં જગ્યા ના મળી

એશિયા કપમાં જગ્યા ના મળી

40 વર્ષીય શોએબ હાલ એશિયા કપમાં પાકિસ્તાનની સ્ક્વૉડનો ભાગ નથી. તેમણે પાછલા વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ અંતિમ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. વનડે અને ટેસ્ટથી સંન્યાસ લીધા બાદ હવે તેઓ માત્ર ટી20 ફોર્મેટમાં જ રમે છે અને તેમનું આલગું લક્ષ્ય ટી20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવાનું છે. અત્યાર સુધી રમાયેલ 124 T20I મેચમાં મલિકે 31.22ની એવરેજથી કુલ 2435 રન બનાવ્યા છે અને બોલ સાથે તેઓ 28 વિકેટ ખેરવી ચૂક્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Shoaib Malik trolled on social media, enjoying defeat of wife!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X