For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રેયસ અય્યરે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન, કહ્યું- ટીમમાં મારાથી સારો ખેલાડી નથી

વર્લ્ડ કપ 2019: ટીમમાં મારાથી સારો ખેલાડી નથી- શ્રેયસ અય્યર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પોતાની ટીમને આગળ લઈ જવા માટે પૂરી રીતે તૈયાર છે. ત્યારે ખુદ ઐય્યર પણ ઈચ્છશે કે તેઓ સારું પ્રદર્શન કરી ભારતીય ટીમમાં સામેલ થઈ શકે. જો કે તેઓ ભારતીય ટીમ માટે 6 વનડે અને 6 ટી20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે પોતાના પ્રદર્શનથી 42ની એવરેજથી 210 ન બનાવી સૌનું દિલ પણ જીત્યું પરંતુ છતાં તેને ટીમમાં જગ્યા ન મળી. સાથે જ તેનું વિશ્વકપ રમવાનું સપનું પણ અધુરું રહી ગયું. ત્યારે શ્રેયસ અય્યરે પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન ટીમમાં જગ્યા ન મળી શકવાના સવાલ પર ટીમ સિલેક્ટર્સ પર નિશાન સાધ્યું છે.

shreyas iyer

શ્રેયસ અય્યરે કહ્યું કે સિલેક્ટર્સને લાગે છે કે જે ખેલાડીઓ ટીમમાં રમી રહ્યા છે તે મારાથી શ્રેષ્ઠ છે, પરંતુ હું એવું નથી વિચારતો. મને કહ્યું કે બધા લોકોને એક મોકો મળશે. તેમણે મને કહ્યું કે હું શાનદાર પ્રદર્શન કરતો રહું. જો કે પાછલા કેટલાય વર્ષોથી મારું પ્રદર્શન સારું છે જે હું યથાવત રાખવા માંગીશ. ઉપરાંત શ્રેયસ અય્યરે વર્લ્ડકપમાં જગ્યાને લઈ કહ્યું કે તેઓ આ વિશે અત્યારે નથી વિચારતા. તેમણે કહ્યું કે મારું ધ્યાન આઈપીએલ પર છે. વર્લ્ડકપ રમવો મારા હાથમાં નથી, તે સિલેક્ટર્સે પસંદ કરવાનો રહેશે. હાલ હું આઈપીએલમાં સારું પ્રદર્શન કરવાની કોશિશ કરીશ. બની શકે કે મને ટીમમાં જગ્યા મળી જાય.

દિલ્હીને ખિતાબ અપાવવા માંગે છે

જણાવી દઈએ કે સૌકોઈ એમ વિચારે છે કે આઈપીએલની સૌથી કમજોર ટીમ દિલ્હી કેપિટલ્સ છે. પરંતુ શ્રેયસ અય્યરનું માનવું છે કે તેમની ટીમ કમજોર નથી, ટીમને ખિતાબ અપાવીને તેઓ લોકોની સોચ બદલશે. તેમણે કહ્યું કે મને કેપ્ટનશીમાં મજા આવે છે. આનાથી એક બેટ્સમેન તરીકે હું વધુ જવાબદારીપૂર્ણ અને પરિપક્વ બન્યો છું. આ આઈપીએલમાં અમારી ટીમે પોતાની ક્ષમતાથી રમવું પડશે અને એક બીજાની સફળતાનો આનંદ લેવાનો રહેશે.

આ પણ વાંચો- World Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
shreyas iyyer attacked on selectors after he got dropped from world cup 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X