World Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું
World Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ માટે હવે ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે અને તે પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય વનડે સીરિઝ પણ રમી લીધી છે. છતાં ભારતીય ટીમને હજુ કેટલાક સવાલોના જવાબ નથી મળ્યા. એવો જ એક સવાલ છે કે નંબર ચાર પર કોણ બેટિંગ કરશે? આ પઝલ ઉકેલવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચની સીરિઝમાં ભરચક પ્રયોગો કર્યા અને અહીં સિરીઝમાં હાર મળી પણ આ સવાલ તો ઉભોને ઉભો જ રહ્યો.

એક વણગુથેલી પહેલી
અત્યાર સુધીમાં ભારત ચોથા નંબર પર બેટિંગ માટે અંબાતી રાયડૂ, લોકેશ રાહુલ, વિજય શંકર, ઋષભ પંત, ધોની અને વિરાટ કોહલીને પણ અજમાવી ચૂક્યું છે. પરંતુ આ પહેલી ઉકેલાતી જ નથી. હવે ઓસ્ટ્રેલિયા ટીમના સહાયક કોચ અને આઈપીએલમાં દિલ્હી કેપિટલના મેંટર રિકી પોંટિંગે આ વિશે પોતાનો મંતવ્ય આપ્યો છે કે આખરે આ મહત્વપૂર્ણ નંબર પર કોણે બેટિંગ કરવી જોઈએ. ખાસ વાત એ છે કે અત્યાર સુધી આ નંબર પર રમી ચૂકેલ ખેલાડીઓથી પોંટિંગે એકદમ દમદાર નામ આપ્યું છે.

શ્રેયસ અય્યર શ્રેષ્ઠ વિકલ્પ
પોંટિંગે કહ્યું કે ભારતે આ નંબર પર શ્રેયસ અય્યરને મોકો આપવો જોઈતો હતો. પોંટિંગે કહ્યું કે આ ખેલાડીમાં ભરપૂર પ્રતિભા છે અને આંકડા આ વાતની સાબિતી આપે છે. એવામાં અય્યર જેવા ખેલાડીને આ નંબર પર ત્યારે જરૂર મોકો આપવો જોઈતો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંબાતી રાયડૂ અને ઋષભ પંત બંને ફેલ સાબિત થઈ રહ્યા હતા. સાથે જ પોંટિંગે માન્યું કે અય્યર હવે વિશ્વ કપની ટીમમાં કદાચ જ સામેલ થશે એવામાં ભારતે હવે બાકી બચેલા બેટ્સમેનમાં કેએલ રાહુલને નંબર 4 પર મોકો આપવો જોઈએ.

24 માર્ચે દિલ્હીનો મુકાબલો
જણાવી દઈએ કે આઈપએલની 12મી સિઝન 23 માર્ચથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઈના એમ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે પોંટિંગની ટીમ દિલ્હી કેપિટલ પોતાની પહેલી મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમશે.












Click it and Unblock the Notifications
