For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIના નવા અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલી આજથી શરૂ રક્શે કામ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે બીસીસીઆઈના 39 મા અધ્યક્ષના રૂપે પદનો કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે ગાંગુલી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડના પ્રમુખ બની ગયા છે.

|
Google Oneindia Gujarati News

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે બીસીસીઆઈના 39 મા અધ્યક્ષના રૂપે પદનો કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે ગાંગુલી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડના પ્રમુખ બની ગયા છે. ગાંગુલીને BCCI જનરલ બોડી મીટિંગ એટલે કે AGMમાં આગામી નવ મહિના સુધી ભારતીય ક્રિકેટની કમાન સંભાળવાની સત્તા આપવામાં આવી છે. આ સાથે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલક સમિતિ (COA)ની 33 મહિનાનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે. ગાંગુલીએ બોર્ડના ચૂંટણી અધિકારી એન ગોપાલસ્વામી, ત્રણ ચૂંટણી COA સભ્યો અને રાજ્યના પ્રતિનિધિઓની હાજરીમાં અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું હતું. ગાંગુલી અને અન્ય ચાર અધિકારીઓ હવે બોર્ડની એ બધી ગતિવિધિઓને ચલાવવાની જવાબદારી લેશે જે 33 મહિનાથી COA ચલાવી રહ્યું હતું. COAના હાલના સભ્યોમાં વિનોદ રાય, ડાયના એડ્રલજી અને લેફ્ટનંટ જનરલ (retd) રવિ થોજ સામેલ હતા.

Saurav Ganguly

બેઠક શરૂ થતા પહેલા આ અવસર પર એડુલજીએ કહ્યું હતું કે મને ખુશી થાય છેકે એક પૂર્વ ક્રિકેટર અધ્યક્ષના રૂપમાં કારભાર સંભાળી રહ્યો છે. મને વિશ્વાસ છેકે આ BCCIને ખુબ ઉંચાઇ પર લઇ જશે.
આ સાથે BCCIએ અધિકારીક રીતે ટ્વીટ કરી ગાંગુલીના અધ્યાક્ષ બનવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનિય છેકે સૌરવ ગાંગુલી સર્વસંમતિથી BCCIના અધ્યક્ષ પદ માટે પસંદ કરાયા છે અને કેન્દ્રિય મંત્રી અમિત શાહના પુત્ર જય શાહ BCCIના નવા સચિવ બન્યા છે. આ ઉપરાંત ઉત્તરાખંડના માહિમ વર્મા નવા ઉપાધ્યક્ષ બન્યા છે. BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના નાના ભાઇ અરૂણ ધુમલ ખજાનચી છે. કેરળના જયેશ જોર્જ સંયુક્ત સચિવ બન્યા છે.

આ સાથે વિનોદ રાયે કહ્યું હતું કે તેઓ સુપ્રિમ કોર્મટા આદેશ થી ખુશ છે. અમે નિર્દેશ માંગ્યા હતા કારણ કે અમને સુપ્રિમ કોર્ટે નિયુક્ત કર્યા હોવાથી અમે રાજીનામું આપી શકતા ન હતા.

આ પણ વાંચો: સરકારી કંપનીઓને પ્રાઇવેટ બનાવવાની તૈયારી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sourav Ganguly takes charge as new chairman of BCCI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X