Sports Top 10 News: એક અહેવાલમાં વાંચો ખેલજગતના ટોપ 10 સમાચાર
Sports Top 10 News: ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં બીજી ટેસ્ટમાં જીત પાંચ મેચની સીરિઝ 1-1 થી બરાબરી કરી લીધી છે. સીરિઝની ત્રીજી મેચ હવે 15 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. આ વચ્ચે ઇંગ્લેન્ડની ટીમ લઇને એક મોટી અપડેટ સામે આવી છે.
ઇંગ્લેન્ડની ટીમે અચાનક ભારત છોડીને બીજા દેશમાં જવાનું નક્કી કર્યું છે. બીજી તરફ સ્પોર્ટ્સ જગતમાં ઘણું બધું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં ચાલો એક જ અહેવાલમાં રમતગમત સાથે જોડાયેલા 10 મોટા સમાચાર જાણીશું.

ભારતે બીજી ટેસ્ટ મેચ જીતી લીધી - ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 106 રને જીત મેળવીને સીરિઝમાં જોરદાર વાપસી કરી છે.
ઈંગ્લેન્ડે સીરિઝની પ્રથમ મેચ જીતી લીધી હતી, પરંતુ હવે ભારતીય ટીમે આ મેચ જીતીને સીરિઝ 1-1 થી બરાબર કરી લીધી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટનો ચોથો દિવસ ઘણો રોમાંચક રહ્યો હતો.
ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 332 રનની જરૂર હતી અને તેના હાથમાં 9 વિકેટ બાકી હતી, પરંતુ આર અશ્વિન અને જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી હતી. આ ઇનિંગમાં ભારત તરફથી આર અશ્વિને 3 અને જસપ્રિત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવી - ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી છે. હૈદરાબાદમાં પણ ભારતીય ટીમ જીતની ખૂબ જ નજીક હતી, પરંતુ ઇંગ્લેન્ડે ટેબલ ફેરવી નાખ્યા. આ વખતે, રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે પહેલા દિવસથી મેળવેલી પકડને ક્યારેય છોડવા દીધી નથી.
આ જ કારણ હતું કે, આ મેચ 106 રને જીતીને ભારતે ન માત્ર સીરિઝ બરાબરી કરી, પરંતુ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પોતાનું ગુમાવેલું સ્થાન પણ પાછું મેળવી લીધું. આ જીત સાથે ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં 52.77 PTC પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
બેન સ્ટોક્સે જેક ક્રોલીની વિકેટ પર સવાલ ઉઠાવ્યા - જેક ક્રોલી સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ લંચ પહેલા તેની આઉટ થવાથી ઈંગ્લેન્ડને મોટો ફટકો પડ્યો. ક્રાઉલે આઉટ થતા પહેલા 132 બોલમાં 73 રનની નક્કર ઇનિંગ રમી હતી.
આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મેચ બાદ જ્યારે મીડિયા સાથે વાત કરવાની વાત આવી તો બેન સ્ટોક્સે આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે જેક ક્રાઉલીનો LBWનો નિર્ણય ટેક્નોલોજી દ્વારા ખોટી રીતે આપવામાં આવ્યો હતો.
ઈશાન કિશન પર રાહુલ દ્રવિડનું મોટું નિવેદન - ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં જીત બાદ પ્રેસના સવાલોના જવાબ આપતા રાહુલ દ્રવિડે ઈશાન કિશન વિશે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, દરેક માટે પાછા ફરવાનો રસ્તો છે. અમે કોઈને કંઈપણ ના પાડતા નથી.
ઈશાને બ્રેક માટે વિનંતી કરી હતી અને અમે તેને બ્રેક આપીને ખુશ છીએ. તેમણે થોડું ક્રિકેટ રમવું પડશે અને જ્યારે પણ તે તૈયાર થશે ત્યારે પરત આવવું પડશે. આગળ શું છે તે તેની પસંદગી છે. અમે તેમને કંઈ કરવા માટે દબાણ કરી રહ્યા નથી અને અમે તેમની સાથે સંપર્કમાં છીએ, પરંતુ તેમણે હજુ રમવાનું શરૂ કર્યું નથી. તમે જાણો છો, તે કદાચ તૈયાર નથી. તેઓ ક્યારે રમવા માટે તૈયાર છે તે નક્કી કરવાનું તેમના પર છે.
વિરાટ કોહલી ક્યારે વાપસી કરશે, રાહુલ દ્રવિડનું મોટું નિવેદન - કોહલી ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે પોતાને ઉપલબ્ધ કરાવશે. જોકે, વિશાખાપટ્ટનમ ટેસ્ટ બાદ દ્રવિડે આ સવાલનો આવો જવાબ આપ્યો, જેનાથી સસ્પેન્સ વધુ વધી ગયું. તેમણે કહ્યું, મને લાગે છે કે પસંદગીકારોને પૂછવું શ્રેષ્ઠ છે. મને ખાતરી છે કે તેઓ આગામી ત્રણ ટેસ્ટ માટે ટીમની પસંદગી પહેલા જવાબ આપવા માટે શ્રેષ્ઠ લોકો છે. મને ખાતરી છે કે, પસંદગી આગામી થોડા દિવસોમાં થઈ જશે. અમે તેમની સાથે જોડાઈશું અને શોધીશું.
રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી મેચ પહેલા ભારતને 10 દિવસનો બ્રેક મળશે. BCCI પસંદગીકારો અંતિમ ત્રણ મેચ માટે ટીમની જાહેરાત કરતા પહેલા કોહલી સાથે વાતચીત કરે તેવી શક્યતા છે.
ICCએ આ ખેલાડીઓને પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કર્યા છે - ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 5 ફેબ્રુઆરીએ જાન્યુઆરી 2024 માટે ICC મેન્સ અને વિમેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ્સ માટે નામાંકિત ખેલાડીઓની જાહેરાત કરી હતી.
મેન્સ ક્રિકેટની યાદીમાં ઈંગ્લેન્ડના ઓલી પોપ, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને વેસ્ટ ઈન્ડિઝના શમર જોસેફના નામ સામેલ છે. મહિલાઓમાં ઓસ્ટ્રેલિયાની ઇન-ફોર્મ બેટ્સમેન બેથ મૂની અને એલિસા હિલી અને યુવા આઇરિશ વિકેટકીપર-બેટ્સમેન એમી હન્ટરને ICC મહિલા પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાએ T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી - ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી ટી20 સીરીઝ રમવાની છે. બંને ટીમો વચ્ચે 3 T20 મેચ રમાશે. આ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને મિચ સ્ટાર્ક તેમજ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ T20 ટીમમાં પરત ફર્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ સીરિઝમાં મિચેલ માર્શ ટીમની કમાન સંભાળશે. આવી સ્થિતિમાં પેટ કમિન્સ એક ખેલાડી તરીકે આ સીરિઝનો ભાગ હશે.
ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની T20 ટીમ - મિશેલ માર્શ (કેપ્ટન), પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા
ગિલની ઈજા અંગે મોટું અપડેટ બહાર આવ્યું છે - ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 106 રને જીતી લીધી હતી, પરંતુ આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમલ ગિલ ઈજાગ્રસ્ત થયો હતો.
આવી સ્થિતિમાં હવે તેની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચના બીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે શુભમન ગિલને જમણા હાથની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. આ મેચ બાદ શુબમન ગિલે પોતે પોતાની ઈજા અંગે અપડેટ આપી હતી. ગિલે આંગળીની ઈજાને વધુ મહત્વ ન આપતા કહ્યું કે, તેમણે તેનું સ્કેન કરાવ્યું છે, જેનાથી ચિંતા કરવા જેવું કંઈ નથી અને તે આગામી થોડા દિવસોમાં ઠીક થઈ જશે.
U19 વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ - અંડર-19 વર્લ્ડ કપ 2024ની લડાઈ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. સેમિફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાશે. બંને ટીમોમાંથી જે પણ ટીમ જીતશે તે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે, અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.
ઈંગ્લેન્ડની ટીમ અબુધાબી જવા રવાના થશે - ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરિઝને લઈને સંપૂર્ણ ઉત્સાહ છે. બીજી મેચની વાત કરીએ તો ત્રીજા દિવસની રમત પુરી થઈ ત્યારે બંને ટીમો સ્પર્ધામાં હતી એટલે કે કોઈ પણ મેચ જીતી શકે છે, પરંતુ ભારતીય ટીમે અંતિમ દિવસે જીત મેળવી હતી અને 106 રનથી મેચ જીતી લીધી હતી.
આ દરમિયાન મેચ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે એક મોટો ખુલાસો કર્યો, તેમણે જણાવ્યું હતું કે, ટીમના કેટલાક ખેલાડીઓ ચોથા દિવસે સવારથી બીમાર હતા, આ પછી પણ તેઓ મેદાનમાં આવ્યા હતા. દરમિયાન એવા સમાચાર છે કે, ત્રીજી મેચ પહેલા આખી ટીમ ભારતથી અબુધાબી જવા રવાના થશે અને આગામી મેચની શરૂઆત પહેલા ભારત પરત ફરશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
