For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SRH vs KKR Highlights: કોલકાતાને પહેલો ઝાટકો, શુભમન ગિલ 15 રનમાં આઉટ

SRH vs KKR Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો

|
Google Oneindia Gujarati News

- 9 ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સને સ્કોર 69-1. નીતિશ રાણા (42) અને રાહુલ ત્રિપાઠી (12)ની જોડી ફાવી ગઈ.

- ડીઆરએસ કોલકાતા નાઈટ રાઈડર્સના ફેવરમાં ગયો. બેટમાં સ્પાર્ક થયું હોવાથી બચી ગયો રાણા

- કોલકાતાને બીજો ઝાટકો, નીતિશ રાણા LBW આઉટ, નીતિશ રાણાએ ડીઆરએસ લીધો.

- 8 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 61-1. રાહુલ ત્રિપાઠી અને નીતિશ રાણા હૈદરાબાદના બોલર્સને હંફાવી રહ્યા છે.

- કોલકાતાને પહેલો ઝાટકો, રાશિદ ખાનની ગૂગલીમાં ફસાયા શુભમન ગિલ. 15 રન બનાવી ક્લિન બોલ્ડ થયો ગિલ. 7 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 53/1

- 6 ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 50-0. પાવરપ્લેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ એકેય વિકેટ ના ખેરવી શકી.

- 5 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 45-0. શુભમન ગિલ (14) અને નીતિશ રાણા (35) થઈ ગયા સેટ.

- શુભમન ગિલે છગ્ગા સાથે ટી નટરાજનનું સ્વાગત કર્યું. આસાનીથી ફટકાર્યો 86 મીટરનો છગ્ગો.

- સંદીપ શર્માથી કેપ્ટન ડેવિડ વોર્નર નારાજ થયા હશે, પહેલા 3 બોલમાં નીતિશ રાણાએ બતાવ્યો પોતાનો ક્લાસ. ચોગ્ગાની હેટ્રીક લગાવી. સંદીપ શર્માની એક ઓવરમાં કોલકાતાએ 14 રન લૂંટ્યા. 4 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 33-0

- 3 ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 19-0. નીતિશ રાણા (13) અને શુભમન ગિલ (6)ની ધીમી શરૂઆત

- બીજી ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 13-0. નિતિશ રાણાએ ફટકાર્યા 12 રન શુભમન ગિલ 1 પર કરી રહ્યો છે બેટિંગ

- પહેલી ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 4-0. નીતિશ રાણા અને શુભમન ગિલ કરી રહ્યા છે બેટિંગ. ભુવનેશ્વર કુમારે શરૂઆતી સ્પેલ જબરદસ્ત ફેંક્યો.

- સનરાઈઝર્સ હૈદરાબાદે ટૉસ જીતી પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો. ડ્યૂ ફેક્ટર મહત્વનો ભાગ ભજવશે.

એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2021ના પોતાના અભિયાનની આજે શરૂઆત કરી રહી છે. આજની મેચ આ સિઝનનો ત્રીજો મુકાબલો છે અને ચેન્નઈના મેદાન પર રમાનાર બીજી મેચ છે. આ સ્ટેડિયમમાં આઈપીએલ 2021નો ઉદ્ઘાટન મેચ રમાયો હતો જ્યાં આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મુકાબલામાં હરાવવામાં સફળતા હાંસલ કરી હતી.

KKR vs SRH

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં જેસન હોલ્ડર, સંદીપ શર્મા, રિદ્ધિમાન સાહા જેવા ખેલાડી કેપ્ટન ડેવિડ વોર્નરની મદદ કરવા માટે આગળ વધવા માંગશે જ્યારે રાશિદ ખાન ટ્રમ્પકાર્ડ તરીકે કામ કરશે જ્યારે ટી નટરાજનનું શાનદાર પ્રદર્શન પણ આપણે જોઈ શકીએ છીએ. આ બધા શ્રેષ્ઠ ખેલાડીઓની હાજરીમાં ભુવનેશ્વર કુમારની ઉપસ્થિતિ સૌથી ખાસ છે જે પાછલી સિઝન માત્ર ચાર મેચ જ રમી શક્યા હતા. હાલ ભુવનેશ્વર કુમાર શાનદાર ફોર્મમાં છે.

બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 6 મહિના પહેલાં સંયુક્ત અરબ અમીરાતમાં એક ખરાબ સિઝન રમી પરત આવી રહી છે. શાકિબ અલ હસનની ટીમમાં વાપસી થઈ છે અને તે કેકેઆરની એ સાઈડનો ભાગ હતો જેણે 2012 અને 2014માં મુકાબલો જીત્યો હતો. આ વખતે હરભજન સિંહની હાજરી ખાસ હશે કેમ કે તેઓ ચેન્નઈની ધીમી પિચ પર બોલિંગ કરવામાં માસ્ટર છે. બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને પેટ કમિંસ પણ મહત્વના રહેશે. આ સિઝન માટે ઈયોન મોર્ગનને ફુલ ટાઈમ કપ્તાની આપવામાં આવી છે. નિશ્ચિત રૂપે ઑલરાઉંડર આંદ્રે રસેલ પર બધાની નજર રહેશે.

KKR vs SRH: પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શનKKR vs SRH: પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CSK Vs DC: રૈના - સેમ કરનની તોફાની ઇનિંગ, ચેન્નાઇએ બનાવ્યા 188 રનCSK Vs DC: રૈના - સેમ કરનની તોફાની ઇનિંગ, ચેન્નાઇએ બનાવ્યા 188 રન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
SRH vs KKR Highlights in Gujarati: Sunrisers Hyderabad won the toss and opt to bowl first
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X