સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલનુ WTCમાંથી બહાર થવા પર કહી આ વાત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આઈપીએલ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે કેએલ રાહુલને ઈજા થઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સનું સુકાન સંભાળનાર કેએલ રાહુલની ઈજા એટલી ગંભીર હતી કે તેને સમગ્ર આઈપીએલ સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું.
કેએલ રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાના વિશે એક મોટું અપડેટ આપ્યું છે. કેએલ રાહુલે કહ્યું કે ઈજાના કારણે તે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. આ સમાચાર સામે આવ્યા બાદ કેએલ રાહુલના ફેન્સ તેના સ્વાસ્થ્યને લઈને સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કેએલ રાહુલના સસરા બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ તેમના સ્વાસ્થ્યને લઈને કેટલીક બાબતો જણાવી છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે 9 મેના રોજ એટલે કે આજે રાહુલની સર્જરી થશે.
તેણે કેએલ રાહુલની સર્જરી સફળ થાય તે માટે ચાહકો પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા. રાહુલને મેચ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો.
કેએલ રાહુલના બહાર થવા પર સુનીલ શેટ્ટીએ કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તે અન્ય ખેલાડી માટે તક હોઈ શકે છે. તેણે કહ્યું કે કોઈ પણ ખેલાડી રમતથી મોટો નથી. શેટ્ટીએ રાહુલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેણે પોતાના જોરદાર પુનરાગમનની ખાતરી પણ આપી હતી.
કેએલ રાહુલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થયા બાદ ઈશાન કિશનને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. વિકેટ કીપર બેટ્સમેન તરીકે ઈશાન કિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ડેબ્યૂ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ આવતા મહિને જૂનમાં લંડનના ઓવલ મેદાન પર રમાશે.
કેએલ રાહુલ પહેલા ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, શ્રેયસ ઐયર અને ઋષભ પંત પણ ઈજાના કારણે આઈપીએલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ટીમ આ મેચ વિજેતા ખેલાડીઓ વિના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા મેદાનમાં ઉતરશે.












Click it and Unblock the Notifications
