T20 world cup 2024 : વર્લ્ડ કપ સાથે બાર્બાડોસથી ભારત આવવા રવાના થઈ ટીમ ઈન્ડિયા, જુઓ ફોટો
T20 world cup 2024 : વર્લ્ડ કપ જીત્યા બાદ તોફાન વચ્ચે બાર્બાડોસમાં અટવાયેલી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સાથે ભારત આવવા રવાના થઈ ગઈ છે. ટીમ ગુરૂવારે વહેલી સવારે ભારતમાં લેન્ડ કરશે.
ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર આ અંગેના અપડેટ્સ શેર કર્યા છે.

ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ બાર્બાડોસ પહોંચી હતી અને હવે ખેલાડીઓ રવાના થઈ ગયા છે. કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સહિત ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર અપડેટ શેર કર્યા.
રોહિત અને સૂર્યાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. તે T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે. ચહલે પણ પોતાની તસવીર ટ્રોફી સાથે શેર કરી છે. તે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ફ્લાઈટમાં છે.
અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયા માટે ફાઇનલમાં તોફાની પ્રદર્શન કર્યું. તે સમગ્ર T20 વર્લ્ડ કપ દરમિયાન લયમાં જોવા મળ્યો હતો. અર્શદીપ તેના પરિવાર સાથે ફ્લાઈટમાં જોવા મળ્યો.
જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.
હવે ટીમ ઈન્ડિયા 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ રમશે. તેમાં મોટાભાગે યુવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.












Click it and Unblock the Notifications
