T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન મહામુકાબલાની તારીખ નક્કી, આ દિવસે કોલંબોમાં થશે ટક્કર!
T20 World Cup 2026, IND vs PAK: T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં, બંને ટીમો વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ આગામી વર્ષે 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં રમાશે, ભારતીય ટીમ 8 ફેબ્રુઆરીએ અમદાવાદમાં USA સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલા માટે તારીખ નક્કી થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત અને પાકિસ્તાનની ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે, અને આ બંને કટ્ટર હરીફો વચ્ચેનો મહામુકાબલો આગામી વર્ષે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. આ સમાચારથી ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.
ભારતનું ગ્રુપ અને મેચ શેડ્યૂલ (T20 World Cup 2026, IND vs PAK)
ભારત અને પાકિસ્તાનની ટીમોને USA, નામિબિયા અને નેધરલેન્ડ્સ સાથે એક જ ગ્રુપમાં મૂકવામાં આવી છે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત હોમ ગ્રાઉન્ડ પર કરશે.
મેચ | વિરોધી ટીમ | તારીખ | સ્થળ
પ્રથમ મેચ | USA |8 ફેબ્રુઆરી | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ
બીજી મેચ | નામિબિયા | 12 ફેબ્રુઆરી | દિલ્હી
મહામુકાબલો | પાકિસ્તાન | 15 ફેબ્રુઆરી | કોલંબો
છેલ્લી ગ્રુપ મેચ | નેધરલેન્ડ્સ | 18 ફેબ્રુઆરી | મુંબઈ
સુપર 8 અને ફાઇનલનું આયોજન
જો ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજ પાર કરીને આગળ વધે છે, તો સુપર 8 મુકાબલાઓ પણ ભારતના મુખ્ય શહેરોમાં યોજાશે.
- સુપર 8 ફિક્સ્ચર: 22 ફેબ્રુઆરી (અમદાવાદ), 26 ફેબ્રુઆરી (ચેન્નઈ) અને 1 માર્ચ (કોલકાતા)ના રોજ યોજાશે.
- સેમિફાઇનલ: જો ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે, તો તે પોતાનો સેમિફાઇનલ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે.
- ફાઇનલ: T20 વર્લ્ડ કપ 2026નો ફાઇનલ મુકાબલો 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને પાકિસ્તાનનું એક જ ગ્રુપમાં હોવું આ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવશે. ક્રિકેટ ચાહકોને આશા છે કે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં બંને ટીમો વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે.












Click it and Unblock the Notifications
