T20 World Cup : સંજુ સેમસન-શિવમ દુબેને લોટરી, જાણો T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ
આવનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ઘણા એવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે જે આઈપીએલમાં ધમાલ મચાવી રહ્યા છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં બે વિકેટકીપર બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક મોટા નામ આ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. જો કે વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળ્યું છે.

યશસ્વી જયસ્વાલને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ટીમમાં રખાયો છે. બીજી તરફ શુભમન ગિલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સિવાય રિંકુ સિંહને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
આઈપીએલના કારણે ટીમ ઈન્ડિયામાં કેટલાક ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેનું સ્થાન IPLમાં તેના સારા પ્રદર્શનને કારણે આવ્યુ છે. ટીમમાં ચહલ અને શિવમ દુબેને સામેલ કરાયા છે. સંદીપ શર્માએ આઈપીએલમાં સારી બોલિંગ કરી છે પરંતુ તેનું નામ ટ્રાવેલ રિઝર્વમાં પણ નથી.
IPLમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે પરંતુ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જાડેજાનું નામ પણ ટીમમાં છે. ઈશાન કિશન અને કેએલ રાહુલ બંનેને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળ્યું નથી. ગિલનો રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરાયો છે.
ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રોહિત શર્મા, અજીત અગરકર અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વચ્ચે બેઠકો થઈ રહી હતી. ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ રહી હોવાના અહેવાલ હતા. કેટલાક નામો અંગે શંકા હતી પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ટ્રાવેલ રિઝર્વ ખેલાડી : શુભમન ગિલ, રિંકુ સિંઘ, ખલીલ અહેમદ, અવેશ ખાન












Click it and Unblock the Notifications
