For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝમાં રેટ્રો જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા

ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝમાં રેટ્રો જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા

|
Google Oneindia Gujarati News

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 3-1થી જીત બાદ ભારતીય ટીમ ટી20 સિરીઝ મુકાબલા માટે તૈયાર છે. 12 માર્ચથી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ દરમ્યાન ટીમના ખેલાડીઓએ આગામી ટી20 સિરીઝ પહેલાં સોશિયલ મીડિયા રેટ્રો જર્સીમાં ફોટા શેર કર્યા છે, એવામાં સ્પષ્ટ છે કે આગામી ટી20 સિરીઝમાં પણ ભારતીય ટીમ ફરી એકવાર રેટ્રો જર્સીમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ સીમિત ઓવરના ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ રેટ્રો જર્સીમાં જોવા મળી હતી.

ind vs eng

જણાવી દઈએ કે ભારત ઈંગ્લેન્ડ સામે 5 ટી20 સિરીઝ રમશે, ત્રણ વનડે મેની સિરીઝ પણ રમશે. એવામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રેટ્રો જર્સીમાં જોવા મળ્યા બાદ ભારતીય ટીમ ફરી એકવાર આ સિરીઝમાં રેટ્રો જર્સીમાં જોવા મળશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ 1992ના વર્લ્ડ કપમાં આ રેટ્રો જર્સી પહેરી હતી. બીસીસીઆઈની સાથે એમપીએલે ટીમ ઈન્ડિયાની જર્સી અને કિટને લઈ ત્રણ વર્ષનો કરાર કર્યો છે.

જો કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં રેટ્રો જર્સી પહેરશે કે નહિ તે અંગે એમપીએલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ ભારતીય ખેલાડીઓએ જે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ઈંગ્લેન્ડ સામેના મુકાબલામાં ભારતીય ટીમ રેટ્રો જર્સીમાં જોવા મળશે. ઉલ્લેખનીય ચે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચના રોજ ટી20 મુકાબલાની શરૂઆત થઈ રહી છે. ટી20 સિરીઝના તમામ પાંચ મુકાબલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પાંચમો અને અંતિમ મુકાબલો 20 માર્ચે રમાશે. જ્યારે વનડે સિરીઝની શરૂઆત 23 માર્ચથી થશે અને 26 માર્ચે છેલ્લી વનડે મેચ રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Team India will be seen in retro jerseys in the T20 series against England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X