ક્રિસમસ મનાવવા ઉત્તરાખંડ પહોંચ્યા વિરાટ-અનુષ્કા

Subscribe to Oneindia News

ટીમ ઇંડિયાના ડેશિંગ પ્લેયર વિરાટ કોહલી પોતાની મિત્ર અનુષ્કા શર્મા સાથે શનિવારે દહેરાદૂનના જોલી ગ્રાંટ એરપોર્ટ પર સ્પોટ થયા. પોત-પોતાના ક્ષેત્રના આ બે મહારથીઓને અચાનક એરપોર્ટ પર જોઇને લોકોની આંખો ફાટી ગઇ. સમાચાર છે કે વિરાટ અને અનુષ્કા બંને ક્રિસમસ મનાવવા અહીં આવ્યા છે.

virat-anushka

પ્રાપ્ત માહિતી અનુસાર વિરાટ-અનુષ્કા બંને દહેરાદૂન એરપોર્ટથી સીધા ઋષિકેષ માટે નીકળી ગયા. આ બંને અહીંની પ્રખ્યાત હોટલ આનંદામાં રોકાયા છે. ઉલ્લેખનીય છે અનુષ્કા શર્મા મૂળ ઉત્તરાખંડની છે, તેના પિતા અહીં ઘણા સમય સુધી રહી ચૂક્યા છે તો બીજી તરફ અનુષ્કાનુ મોસાળ દહેરાદૂનમાં છે. અહીં નેશવિલા રોડ પર તેની નાનીનું ઘર છે.

kohli

અનુષ્કા ઘણી વાર ઇંટરવ્યૂમાં ઉત્તરાખંડનો ઉલ્લેખ કરે છે. હમણા હાલમાં જ સોનીના જાણીતા શો 'ધ કપિલ શર્મા શો' માં તેણે ગઢવાલી અને કુમાઉની ગીતો ગાઇને પોતાનો ઉત્તરાખંડ પ્રેમ જતાવ્યો હતો. જો કે તમને જણાવી દઇએ કે કેપ્ટન કોહલીને હાલમાં જ ઉત્તરાખંડ પ્રદેશનો બ્રાંડ એમ્બેસેડર બનાવવમાં આવ્યો છે. બ્રાંડ એમ્બેસેડર બન્યા બાદ કોહલીનો આ રાજ્યમાં પહેલો પ્રવાસ છે.

English summary
Test Team Captain Virat Kohli Reached Uttarakhand With Beautiful actress Anushka Sharma For Christmas Celebration.
Please Wait while comments are loading...