For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીની કપ્તાનીમાં ખેલાડીઓનો બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતોઃ સહેવાગ

ધોનીની કપ્તાનીમાં ખેલાડીઓનો બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતોઃ સહેવાગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે કેએલ રાહુલને નંબર 5 પર બેટિંગ કરાવવા પર જોર નાખ્યું છે અને તેમણે આના માટે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહનું ઉદાહરણ આપ્યું છે. "જો કેએલ રાહુલ નંબર 5 પર ચાર વખત બેટિંગ કરવામાં નિષ્ફળ થાય છે તો વર્તમાનમાં ભારતીય ટીમના મેનેજમેન્ટ તેનો સ્લોટ બદલવા બાબતે વિચારશે. જો કે ધોની સાથે આવું નહોતું, જેઓ જાણતા હતા કે આવી જગ્યાઓ પર ખેલાડીઓને ટકાવી રાખવા કેટલું મહત્વપૂર્ણ હોય છે."

બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતો

બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતો

ક્રિકબજ સાથે વાત કરતા સહેવાગે પોતાના અઘરા સમયથી પસાર થયાનું ઉદાહરણ પણ આપ્યું. સહેવાગે કહ્યું કે જ્યારે ધોની ભારતીય ટીમના કેપ્ટન હતા, તો ખેલાડીઓની બેટિંગ પોઝિશન વિશે વધુ સ્પષ્ટતા હતી. સહેવાગે કહ્યું કે, "કેપ્ટનના રૂપમાં ધોની સાથે, બેટિંગ એકમમાં પ્રત્યેક ખેલાડીઓની સ્થિતિ વિશે વધુ સ્પષ્ટતા હતી. તેમની પાસે પ્રતિભાની ઓળખ હતી અને તેમણે ભારતીય ક્રિકેટને આગળ લાવે તેવા લોકોને ઓળખ્યા હતા."

ખેલાડીઓને સમયની જરૂરત હોય

ખેલાડીઓને સમયની જરૂરત હોય

આગળ સહેવાગ કહે છે કે સીમિત ક્રમવાળા ક્રિકેટમાં ટૉપ ઓર્ડરની ઓળખ કરવી તો સહેલી હોય છે પરંતુ મધ્ય ક્રમને કેપ્ટનના સમર્થનની જરૂરત હોય છે. જો તમે ખેલાડીઓને સમય નહિ આપો તો તેઓ કઈ રીતે સીખશે અને મોટા થશે? વધુમાં તેમણે કહ્યું કે, "ઓપનિંગ પહેલા મેં પણ મધ્ય ક્રમમાં જ બેટિંગ કરી અને કેટલીય ભૂલો કરી, જેનાથી ટીમને હાર પણ મળી. પરંતુ તમે બેંચ પર બહાર બેસીને મોટા ખેલાડી નથી બનતા. ખેલાડીઓને સમયની જરૂરત હોય છે."

ન્યૂઝીલેન્ડ સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા

ન્યૂઝીલેન્ડ સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા

ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ વનડે શ્રૃંખલા 2-1થી જીતી અને રાહુલે ઘણી સફળતા સાથે નંબર 5 પર બેટિંગ કરી. તેમણે ઘાયલ ઋષભ પંતની અનુપસ્થિતિમાં વિકેટકીપિંગ પણ કરી. કર્ણાટકનો બેટ્સમેન સારા ફોર્મમાં છે અને તેણે શીર્ષ કે મધ્ય ગમે ત્યાં બેટિંગ કરવામાં સક્ષણ હોવાના સંકેત આપ્યા છે. ભારત હવે 24 જાન્યુઆરીથી શરૂ થનાર 5 ટી20 આઈમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે, જે બાદ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે.

IPLના એ 5 ખેલાડીઓ જે માત્ર એક જ સિઝનના સ્ટાર બનીને રહ્યાIPLના એ 5 ખેલાડીઓ જે માત્ર એક જ સિઝનના સ્ટાર બનીને રહ્યા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The batting order of the players was more clear in Dhoni's captaincy: Sehwag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X