For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પંડ્યા પાસે મળી 5 કરોડની 2 ઘડિયાળ, કસ્ટમ વિભાગે કરી જપ્ત

આઈસીસી ટી-20 વિશ્વકપમાં ખરાબ રીતે ફ્લૉપ સાબિત થયેલા હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઈ રહી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ આઈસીસી ટી-20 વિશ્વકપમાં ખરાબ રીતે ફ્લૉપ સાબિત થયેલા હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઈ રહી. ટીમ ઈન્ડિયાના હરફનમૌલા ખેલાડી હાર્દિક પંડ્યા રવિવાર(14 નવેમ્બર)ની મોડી રાતે ભારત પહોંચ્યા પરંતુ તેમની 5 કરોડની 2 ઘડિયોને કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી કારણકે હાર્દિક પાસે એ ઘડિયાળોના બિલ નહોતા અને ના તેમણે તેને પોતાના સામાનમાં તેને ડિક્લેર કર્યુ હતુ.

હાર્દિક પંડ્યા પાસે મળી 5 કરોડની 2 ઘડિયાળો

હાર્દિક પંડ્યા પાસે મળી 5 કરોડની 2 ઘડિયાળો

ICC ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ભારતીય ટીમની વતન વાપસી થઈ ગઈ. પંડ્યા પણ રવિવારે મોડી રાતે ટીમ સાથે પાછા ફર્યા હતા પરંતુ કસ્ટમ વિભાગે તેમને રોક્યા અને તેમની બંને ઘડિયાળોને ડિટેન કરી દીધા. ડિટેન કરવામાં આવેલી બંને ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા છે.

ખરાબ ફૉર્મ અને ફિટનેસ સામે ઝઝૂમી રહ્યા છે પંડ્યા

ખરાબ ફૉર્મ અને ફિટનેસ સામે ઝઝૂમી રહ્યા છે પંડ્યા

તમને જણાવી દઈએ કે પંડ્યા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન પોતાના ખરાબ ફૉર્મ સામે ઝઝૂમતા દેખાયા પરંતુ તેમની ખરાબ ફિટનેસની પણ અસર તેમની રમત પર પડી અને આના કારણે ન્યૂઝીલેન્ડ સાથે થતી સીરિઝમાંથી પંડ્યાને બહાર કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે ફિટનેસના કારણે પંડ્યા લાંબા સમય સુધી ટીમમાંથી બહાર રહી શકે છે.

પોતાનુ બેસ્ટ ન આપી શક્યા હાર્દિક પંડ્યા

પોતાનુ બેસ્ટ ન આપી શક્યા હાર્દિક પંડ્યા

તમને જણાવી દઈએ કે ટી20 વિશ્વકપમાં હાર્દિક પાસે ઘણી અપેક્ષા હતી પરંતુ તે પોતાનુ બેસ્ટ ન આપી શક્યા. પાકિસ્તાન સામે રમાયેલ મેચમાં પંડ્યાએ પહેલા બેટિંગથી લોકોને નિરાશ કર્યા અને ફરીથી ઈજાગ્રસ્ત થવાના કારણે મેદાનમાંથી બહાર થઈ ગયા અને તેમણે બોલિગ ન કરી, જેના કારણે ઈન્ડિયાને નુકશાન થયુ અને તે ખરાબ રીતે પાકિસ્તાનન સામે પરાજિત થઈ ગયા. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામે પણ તેમનુ પ્રદર્શન સંતોષજનક નથી રહ્યુ. 5 મેચોની ત્રણ દાવમાં પંડ્યા 34.50ની સરેરાશ સાથે માત્ર 69 રન બનાવ્યા હતા આખી ટૂર્નામેન્ટમાં તેમણે એક પણ વિકેટ નથી મળી.

'હાર્દિક પંડ્યા ઘણા સ્માર્ટ ક્રિકેટર છે'

જો કે તેમના પર ઉઠી રહેલા સવાલો પર ભારતીય ટીમના નવા વાઈસ કેપ્ટનન કેએલ રાહુલે કહ્યુ છે કે, 'હાર્દિક પંડ્યા ઘણા સ્માર્ટ ક્રિકેટર છે અનને તેમને સારી રીતે ખબર છે કે તેમણે શું કરવાનુ છે. મને ખબર છે કે તે ખૂબ જલ્દી વાપસી કરશે.' ઉલ્લેખનીય છે કે ભારત સાથે ન્યૂઝીલેન્ડની 3 મેચોની ટી-20 સીરિઝનો આગાઝ જયપુર(17 નવેમ્બર)થી થવા જઈ રહ્યો છે. જેના માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે તૈયાર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The customs officials found Hardik Pandya in possession of two luxury watches worth Rs 5 crores.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X