IND vs NZ: ન્યુઝીલેન્ડની ટીને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ભારત સામે પહેલી વનડે પહેલા બહાર
ભારત પ્રવાસે આવેલી ન્યુઝીલેન્ડ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. તેમનો સ્ટાર સ્પિનર સોઢી ભારત સામેની વનડે નહી રમી શકે.
India vs New Zealand 1st ODI: ભારત સામે ત્રમ વનડે મેચોની સીરીઝની શરુઆત મુકાબલા પહેા ન્યુઝિલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કીવી ટીમના સ્ટાર સ્પીનર ઇશ સોઢી આ મુકાબલાથી બહાર થઇ ગયા છે. ન્યુઝિલેન્ડની ટીમના અણુક સ્ટાર ખેલાડી પહેલાથી જ ભારત પ્રવાસથી બહાર છે. એવામાં સોઢીનું બહાર થયુ મહેમાન ટીમ માટે સારા સકેત નથી કહી શકાય કે, સોઢીના બહાર થવાની જાણકારી ટીમના કેપ્ટન ટોમ લેથમે આપી છે.

ટોમ લેથમે મેચ પહેલા પ્રેસ કોરન્ફરન્સમાં કહ્યુ કે, દુર્ભાગ્યથી સોઢીને નગલ છે અને તે કાલના મુકાબાલમાં નહી રમી શકે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે,આશા રાખુ છુ કે, અંતિમ મુકાબલામાં તે રમવા ાટે ઉપલબ્ધ રહેશે. કૈન વિલિયમસન ટ્રેટબોલ્ટ સિવાય ટીમ સાઉદી પણ ન્યુઝિલેન્ડની ટીમાં નથી. લેથમે કહ્યુ કે, અમે ભાગ્યશાળી છીએ કે, ટીમમાં લોકી ફર્ગ્યુસન છે. તેણે ભારતમાં સારુ એવુ ક્રિકેટ રમ્યુ છે.
ન્યુઝિલેન્ડના કેપ્ટને કહ્યુ કે, ભારતમાં વર્લ્ડ કપ પહેલા આ અંતમ તક છે. પાકિસ્તાન પ્રવાસ વિશે તેણે કહ્યુ હતુ કે, ઘણા ખેલાડી એવા છે કે, જેમને પાકિસ્તાનમાં રમવાનો કોઇ જ અનુભવ ન હતો. ભારતમાં અણે પરિસ્થિતિ અનુસાર થવાનો પ્રયાસ કરીશઉ. પાકિસ્તાનની તુલનામાં ભારતમાં સારુ પિચ રમાવા માટે મળશે. ભારતમાં અમે સારુ પ્રતિસ્પર્ધા ક્રિકેટ રમીએ છીએ . આ ટીમના ઘણા એવા ખેલાડી છે જે પહેલા પણ ભારતમાં રમી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ન્યુઝિલેન્ડની ટીમે પાકિસ્તાન પ્રવાસ પર જોરદાર રમતનું પ્રદર્શન કરતા વનડે સીરિજમાં 2-1 થી જીત મેળવી હતી. ટેસ્ટ સીરીઝમાં બંને મુકાબલા ડ્રો રહ્યા હતા.












Click it and Unblock the Notifications
