For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું, આઉટ થઈ પેવેલિયન બેઠેલા બેટ્સમેનને અંપાયરે ફરી બોલાવ્યો

ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હજુ સુધી તમે એજ જયું હશે કે જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થઈ પેવેલિયન પરત ફરે છે તો પછી તે ફરી રમવા માટે નથી આવતો હોતો. પરંતુ વિંડીઝ-ઈંગ્લેન્ડ વચ્ચે સેંટ લૂસિયમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચ દરમિયાન અંપાયરે આઉટ થયેલ બેટ્સમેનને ફરી બોલાવી સૌકોઈને ચોંકાવી દીધા.

buttler

થયું એવું કે જ્યારે ઈંગ્લેન્ડ બેટિંગ કરી રહ્યું હતું કે ઈનિંગની 70મી ઓવરમાં બેન સ્ટોક્સ આઉટ થઈ ગયો હતો. સ્ટોક્સે અલ્ઝારી જોશેફના બોલ પર સામે તરફ શૉટ માર્યો અને જોસેફે જ શાનદાર કેચ પકડ્યો. એ દરમિયાન અંપાયરે તેમને આઉટ આપી દીધો જે બાદ સ્ટોક્સ પેવેલિયન ચાલ્યો ગયો હતો પરંતુ આ દરમિયાન જ્યારે રિપ્લેમાં જોયું તો માલુમ પડ્યું કે જોસેફે ઓવરસ્ટેપ કરી દીધો હતો અને આ નો બોલ ફેંકી હતી. અંપાયરે જોયું તો તેમણે વધુ મોડું ન કરતા બેન સ્ટોક્સને ફરી બોલાવી લીધો. ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે જ્યારે અંપાયરે કોઈ ટેસ્ટ ક્રિકેટ મેચ દરમિયાન પેવેલિયન પરત ફરી રહેલ બેટ્સમેનને રમવા માટે પાછો બોલાવ્યો હોય.

સ્ટોક્સ હવે પહેલા દિવસની ઈનિંગ ખતમ થયા બાદ 62 રન બનાવીને રમી રહ્યો છે. ટીમનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 231 પર પહોંચી ગઈ છે. તેમની સાથે જોસ બટલર 67 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 5મી વિકેટ માટે 124 રનની મજબૂત ભાગીદારી બની ચૂકી છે.

જાણો આઉટ થયા બાદ સ્ટોક્સ પાછો કેમ આવ્યો

સ્ટોક્સનું પરત આવવાનું કારણ આઈસીસીસી દ્વારા બદલવાાં આવેલ એક નિયમ રહ્યું. વર્ષ 2017માં બદલેલ નિયમ મુજબ ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા મેરિલબૉન ક્રિકેટ ક્લબે ક્રિકેટ આચાર સંહિતાની કલમ 31.7માં સંશોધન કર્યું હતું. જે મુજબ અંપાયર કોઈપણ ફેસલામાં દખલ આપી શકે છે જો તેને વિશ્વાસ હોય કે બેટ્સમેન કોઈ ખોટી રીતે આઉટ દીધા બાદ મેદાન પરથી ચાલ્યો ગયો છે, તેવા સંજોગોમાં અંપાયર તેને ફરી બોલાવશે અને આવી સ્થિતિમાં અંપાયર તે બોલને ડેડ બૉલ કરાર આપશે, જેથી ફિલ્ડિંગ કરનારી ટીમ આગળ કંઈ કાર્યવાહી ન કરી શકે. આગામી ડિલીવરી થતા પહેલા અંપાયર કોઈપણ સમયે બેટ્સમેનને ફરી બોલાવી શકે છે, બસ તે ઈનિંગની આખરી વિકેટ ન હોવી જોઈએ. આખરી વિકેટ હોવા પર બેટ્સમેને ત્યારે જ ફરી બોલાવી શકાય છે જ્યાં સુધી અંપાયર મેદાનમાં હાજર હોય.

આ પણ વાંચો- પ્રિયંકા ગાંધીના રોડ શૉમાં 'ચોકીદાર ચોર' નારા લાગ્યા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
this thing happened first time in cricket history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X