Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - MI vs RCB
Today's IPL 2023 Match: IPLમાં આજે આ સિઝનની 54મી મેચ હશે. આ મેચ બે મોટી ટીમો વચ્ચે છે અને તેને મહામુકાબલો પણ કહી શકાય. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે આજે જોરદાર જંગ થવા જઈ રહ્યો છે.
ગઈ મેચમાં RCBએ બેંગલુરુમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યુ હતુ. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મેચ હતી. બંને ટીમો હવે ફરીથી આમને-સામને છે. મુંબઈ ઈન્ડિયન્સ હિસાબ બરાબર કરવા મેદાનમાં ઉતરશે અને આરસીબી માટે આ સરળ મેચ નહીં હોય.

જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો આરસીબી આગળ છે. RCB 10 મેચમાંથી 5 જીત સાથે છઠ્ઠા સ્થાને છે. બીજી તરફ મુંબઈએ પણ એટલી જ મેચોમાં પાંચ જીત નોંધાવી છે પરંતુ તે ટેબલમાં આઠમા ક્રમે છે. નેટ રન રેટના મામલે મુંબઈ અહીં પાછળ રહી ગયુ છે. બંને ટીમો ટેબલમાં તેમની સંખ્યા અને નેટ રન રેટ સુધારવાનો પ્રયાસ કરશે.
મુંબઈનું બેટિંગ યુનિટ શાનદાર કામ કરી રહ્યુ છે. બે વખત તેણે 200થી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આરસીબીના ટોપ ઓર્ડરમાં શાનદાર બેટિંગ રહી છે. ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ રન કર્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં તોફાની બેટિંગ જોવા મળી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, રમણદીપ સિંહ, દેવલ્ડ બ્રેવિસ , રાઘવ ગોયલ, વિષ્ણુ વિનોદ, રિલે મેરેડિથ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, હૃતિક શોકીન, ડુઆન જેન્સેન, સંદીપ વોરિયર, જેસન બેહરેનડોર્ફ.
આરસીબીની ટીમ
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કેદાર જાધવ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, હર્ષલ પટેલ, સુયશ પ્રભુદેસાઈ, વિજયકુમાર, વિજયકુમાર , માઈકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, આકાશ દીપ, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા, મનોજ ભાંડગે, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, ફિન એલન, સિદ્ધાર્થ કૌલ.












Click it and Unblock the Notifications
