Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - PBKS vs DC
IPL 2023 Match PBKS vs DC: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની અન્ય એક મહત્વપૂર્ણ મેચમાં આજે પંજાબ કિંગ્સની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાવાની છે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે.
દિલ્હી કેપિટલ્સ માટે આજની મેચ ડેડ રબર છે અને પંજાબ કિંગ્સ માટે પ્લેઑફમાં ચઢવા માટેની એક સીડી છે. જો IPL 2023 પ્લેઑફમાંથી બહાર થઈ ગયેલી દિલ્હી કેપિટલ્સ ટીમ જીતશે તો પંજાબ કિંગ્સ માટે મુશ્કેલીઓ ઊભી થશે.

પંજાબ કિંગ્સ ટીમના 12 મેચમાં છ જીત અને છ હાર સાથે 12 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. પંજાબ કિંગ્સની આ નીચી સ્થિતિનું કારણ તેમનો રન રેટ છે જે માઈનસમાં છે. શિખર ધવન એન્ડ કંપનીસારી જીત નોંધાવવા માંગે છે. મેચની એક વિશેષતા ધર્મશાલાનું ક્રિકેટ મેદાન છે જે વિશ્વના સૌથી સુંદર રમત મેદાનોમાંનુંએક છે.
આ સિઝનની પ્રથમ મેચ આજે અહીં યોજાઈ રહી છે અને પંજાબ કિંગ્સ ટીમ પોતાની છેલ્લી બે મેચ માટે ધર્મશાલાનો ઉપયોગ હોમ બેઝ તરીકે કરશે. આ રીતે રાજસ્થાન રૉયલ્સ ટીમ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમનો ઉપયોગ કરી રહી છે.
IPLમાં આજની મેચ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં, આજે યજમાન પંજાબ કિંગ્સ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.
આજની મેચ ક્યાં જોવી
આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે, જેને તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને મોબાઈલ પર Jio સિનેમા એપ દ્વારા ટીવી પર જોઈ શકો છો.
IPLમાં ગઈકાલની મેચ કોણે જીતી
ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યુ હતુ. પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે માર્કસ સ્ટોઈનિસના જબરદસ્ત 89 રનના આધારે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 172 રન જ બનાવી શકી હતી.












Click it and Unblock the Notifications
