Under 19 World Cup : દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત ફાઈનલમાં, 11 ફેબ્રુઆરીએ ખરાખરીનો જંગ
અંડર 19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ભારત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન બન્નેમાંથી કોઈ એક ટીમ સાથે ટકરાશે.
પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. 245 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 8 વિકેટે 248 રન બનાવીને મેચ જીતી લીધી.

આ જીત સાથે ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપમાં 9મી વખત ફાઇનલમાં પહોંચી છે. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાનો ઓપનર સ્ટીવ સ્ટોક 14 રન બનાવીને આઉટ થયો. તેના પછી ડેવિડ ટીઝર પણ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો અને દક્ષિણ આફ્રિકાની સ્થિતિ ખરાબ થઈ ગઈ.
અહીંથી લુહાન ડ્રાય પ્રેટોરિયસ અને રિચર્ડ સેલેટ્સવેને મળીને ઇનિંગ્સ સંભાળી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઈ. આ ભાગીદારી પ્રિટોરિયસ 76 રને મુશીર ખાનના હાથે આઉટ થતાં તૂટી ગઈ. સેલેટ્સવેને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી ઓલિવર વ્હાઇટહેડ 22 રન બનાવીને આઉટ થયો.
આ પછી સેલેટસ્વેન 64ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો. કેપ્ટન યુઆન જેમ્સે 24 રનની ઇનિંગ રમીને ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું. તેના સિવાય ટ્રિસ્ટન લુઈસે અણનમ 23 રન બનાવ્યા. આ રીતે દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે 244 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાજ લિંબાણીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે મુશીર ખાનને 2 વિકેટ મળી.
કાઉન્ટર ઇનિંગમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી. આદર્શ સિંહ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો. તેના પછી મુશીર ખાન 4 રન બનાવીને અને અરશિન કુલકર્ણી 12 રન બનાવીને આઉટ થયો. મામલો અહીં ન અટક્યો, પ્રિયાંશુ મોલિયા 5 રન બનાવીને આઉટ થયો. આ રીતે ભારતીય ટીમનો સ્કોર 4 વિકેટે 32 રન હતો.
અહીંથી સુકાની ઉદય સહારન અને સચિન ધસે સાથે મળીને ઇનિંગની કમાન સંભાળી. બંનેએ જોરદાર બેટિંગ કરી અને પાંચમી વિકેટ માટે સદીની ભાગીદારી કરી. સચિન સદીની નજીક પહોંચ્યા બાદ 96 રન બનાવીને આઉટ થયો.
આ સમયે ભારતીય ટીમનો સ્કોર 203 રન હતો. થોડી જ વારમાં અરાવલી અવનીશ 10 રન બનાવીને આઉટ થયો.
ભારતને છેલ્લી 3 ઓવરમાં 19 રનની જરૂર હતી. આ દરમિયાન મુરુગન અભિષેક રનઆઉટ થયો અને ભારતની સાતમી વિકેટ પડી. સ્કોર બરાબર થયા બાદ ઉદય સહારન રનઆઉટ થયો હતો. તે 81 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાજ લિંબાણીએ ચોગ્ગો ફટકારીને ટીમને 9મી વખત ફાઇનલમાં પહોંચાડી દીધી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
