ICCનો ખુલાસો, ક્રિસ ગેલે પણ ધોની જેવા ગ્લવ્સ પહેરવાની માંગણી કરી હતી

ICCનો ખુલાસો, ક્રિસ ગેલે પણ ધોની જેવા ગ્લવ્સ પહેરવાની માંગણી કરી હતી

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીને બલિદાન બૅજ ચિહ્ન વાળાં ગ્લવ્સ પહેરવાની મંજૂરી ન આપ્યા બાદ આઈસીસીએ આવા જ અન્ય એક મામલાનો ખુલાસો કર્યો છે. આ મામલો વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન અને યૂનિવર્સલ બૉસ ક્રિસ ગેલ સાથે જોડાયેલ છે. આઈસીસીએ જણાવ્યું કે વર્લ્ડ કપમાં ક્રિસ ગેલ પણ ધોનીની જેમ જ પોતાના ગ્લવ્સ પર લોગો લગાવીને રમવા માંગતો હતો.

યૂનિવર્સલ બૉસનો લોગો લગાવવા માંગતો હતો ગેલ

યૂનિવર્સલ બૉસનો લોગો લગાવવા માંગતો હતો ગેલ

ધોનીએ ગ્લવ્સ પર બલિદાન બૅજ લગાવ્યું હતું જ્યારે ક્રિસ ગેલ પોતાના બેટિંગ ગ્લવ્સ પર યૂનિવર્સલ બૉસનો લગાવીને રમવા માંગતો હતો. પરંતુ આઈસીસીએ ગેલની આ માંગણી પણ તુરંત ખગાવી દીધી હતી. આઈસીસીના એક સૂત્રએ આ વિશે સમાચાર એજન્સી એએનઆઈને જાણકારી આપતા જણાવ્યું કે, ધોનીની જેમ જ ગેલની માંગણી પણ નકારી કાઢવામાં આવી હતી. ગેલે લગભગ 45 દિવસ પહેલા યૂનિવર્સલ બૉસ લોગોનો ઉપયોગ કરવા મંજૂરી આપવાનો અનુરોધ કર્યો હતો.

તો ધોનીની માંગ સ્વીકારાઈ હોત

તો ધોનીની માંગ સ્વીકારાઈ હોત

એટલું જ નહિ, આઈસીસીના સૂત્રો પાસેથી મળેલ જાણકારી મુજબ બીસીસીઆઈ અને ધોની આઈસીસી સામે એમ સાબિત કરવામાં નાકામ રહ્યા કે બલિદાન બૅજ કોઈ રાજનૈતિક, ધાર્મિક કે જાતિય મુદ્દા સાથે જોડાયેલ નથી. આ વિશે જણાવતા આઈસીસીના સૂત્રએ કહ્યું કે જો બીસીસીઆઈ અને ધોની એમ સાબિત કરવામાં સફળ થયા હોત કે આ નિશાન ઉપરોક્તમાંથઈ કોઈ સાથે સંબંધિત નથી તો અમે બીસીસીઆઈની માંગણી સ્વીકારી શકતા હતા.

આવી રીતે ધોની ગ્લવ્સ વિરોધ થમ્યો

આવી રીતે ધોની ગ્લવ્સ વિરોધ થમ્યો

ઉલ્લેખનીય છે કે પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે ખુદ એક તરફો યૂટર્ન લેતા સ્પષ્ટ કરી દીધું હતું કે આ મામલામાં ભારતીય ટીમ આઈસીસીના નિયમોનું પાલન કરશે. રાયે કહ્યું કે અમે કોઈ નિયમની વિરુદ્ધ નહિ જઈએ. આ મામલામાં અમારું વલણ બિલકુલ સ્પષ્ટ છે. અમે એક ખેલ રાષ્ટ્ર છીએ. વિનોદ રાયના આ નિવેદન બાદ હવે ધોનીના ગ્લવ્સને લઈ પેદા થયેલ વિવાદ થમતો જોવા મળી રહ્યો છે. જેનાથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે ધોની આગામી વર્લ્ડ કપમાં પોતાના ગ્લવ્સ પર બલિદાન બૅજ નહિ લગાવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X