#IndVsBan: કપ્તાન વિરાટ કોહલીએ વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો
બાંગ્લાદેશ વિ. ભારતની ટેસ્ટ મેચના બીજા દિવસે કપ્તાન વિરાટ કોહલીએ વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો, વિરેન્દ્ર સેહવાગના નામે હોમ સિરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. મહેમાન ટીમ સામે બેટિંગ કરતી વખતે કપ્તાન વિરાટ કોહલી એ પોતાના કરિયારમાં બીજો એક શાનદાર રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

વિરેન્દ્ર સેહવાગ ના નામે ડોમેસ્ટિક સિરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો. તેણે વર્ષ 2004-05માં હોમ સિઝનમાં 1105 રન બનાવ્યા હતા. વિરાટે આજે પોતાના રનની સંખ્યા 1075 કરી દીધી છે અને આની સાથે જ તે 140 વર્ષના ટેસ્ટના ઇતિહાસમાં એક ઘરેલુ સત્રમાં સૌથી વધુ રન કરનાર કપ્તાન બન્યા છે. કોહલીએ આજની મેચ ગરમિયાન ગ્રાહમ ગૂચનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
16મી સદી
ભારત વિ. બાંગ્લાદેશના પહેલા દિવસે વિરાટ કોહલીએ ટેસ્ટ કરિયરની 16મી સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ મેચમાં જેવા 36 રન કર્યા ક એની સાથે જ તેણે એક સિઝનમાં બજાર રન બનાવવાનો અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.












Click it and Unblock the Notifications
