Virat Kohli : કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની તૈયારી કરી રહ્યો છે? તેના નિવેદને ફેન્સને ચૌકાવ્યા
Virat Kohli : ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 15 માર્ચ શનિવારના રોજ IPL 2025 સીઝન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ સાથે જોડાયો છે.
કોહલીએ તાજેતરમાં જ ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને હવે તે IPLમાં RCB માટે પોતાની 18મી સીઝન માટે તૈયારી કરી રહ્યો છે.

વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારત માટે શાનદાર ફોર્મમાં રહ્યો હતો. તેણે 5 મેચમાં 54.50ની એવરેજથી કુલ 218 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ સામે તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, પણ તેણે પાકિસ્તાન સામે સદી ફટકારીને શાનદાર બાઉન્સ બેક કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં પણ કોહલીએ ટીમ માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ હવે વિરાટ કોહલી પોતાનું તમામ ધ્યાન IPL તરફ કેન્દ્રિત કરશે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે તેની પાસે નોંધપાત્ર રેકોર્ડ છે.
કોહલી ગયા વર્ષે ઓરેન્જ કેપ વિજેતા રહ્યો હતો અને હવે તે જાળવી રાખવા માંગશે. જો કે, આ સિઝનમાં RCBએ નવા કેપ્ટન તરીકે રજત પાટીદારની પસંદગી કરી છે અને કોહલી કેપ્ટનશીપ નહીં સંભાળે.
RCB 22 માર્ચે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે તેમના IPL 2025 અભિયાનની શરૂઆત કરશે. IPL ની શરૂઆત પહેલા વિરાટ કોહલીએ ફેન્સ માટે એક દિલધડક નિવેદન આપ્યું છે. કોહલીએ કહ્યું કે, હું કદાચ ઓસ્ટ્રેલિયામાં ફરી નહીં રમી શકું, તેથી ભૂતકાળમાં જે પણ થયું છે, તેનાથી હું સંતુષ્ટ છું.
વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં ખૂબ વધુ છે, અને તેના દરેક અપડેટ માટે ફેન્સ સતત ઉત્સાહિત રહે છે. IPL 2025માં પણ તેની બેટિંગ પર સૌની નજર રહેશે.












Click it and Unblock the Notifications
