કોહલીની ડબલ સેન્ચુરી માટે તેની મળી એક ખાસ ગિફ્ટ...
ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ આખા વિશ્વના દિલમાં એક ખાસ સ્થાન બનાવી દીધું છે. ભારત અને ભારતની બહારના લોકોની વિરાટ કોહલી સાથે મળવાની ઈચ્છા ચોક્કસ જ હશે.
પરંતુ ગર્વની વાત ત્યારે થાય જયારે વિરાટ કોહલીના વખાણ એ લોકો કરે જે પોતે ક્રિકેટના આઇકોન રહી ચુક્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે સર વિવિયન રિચાર્ડની જેઓ વિરાટ કોહલીના ખુબ જ મોટા ફેન બની ચુક્યા છે.

પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલીના વખાણ કરતા વિવિયન રિચાર્ડએ કહ્યું કે કોહલીની તે ઇંનિંગ ખુબ જ અદભુત હતી. તેમનું માનવું છે તે મેદાન પર ડબલ સેન્ચુરી મારવી ખુબ જ મુશ્કિલ છે.
એટલું જ નહિ પરંતુ વિવિયન રિચાર્ડ મેચ પુરી થયા બાદ પોતાના દીકરા માલી સાથે વિરાટ કોહલીને મળવા માટે હોટલ પહોંચી ગયા હતા. ત્યાં તેમના દીકરાએ કોહલીને એક પેન્ટિંગ ગિફ્ટ કરી જેમાં કોહલીની જ તસ્વીર હતી. આપણે જણાવી દઈએ કે માલી ટીવી કમેન્ટેટરના સદસ્ય છે અને કોહલીના ફેન છે.












Click it and Unblock the Notifications
