મે તારો કેચ છોડ્યો..., આસિફને મેડલ પહેરાવી વિરાટ કોહલીએ શું કહ્યું? ખેલાડીએ કર્યો ખુલાસો
એશિયા કપ 2023ની બીજી મેચમાં ભારતે નેપાળને હરાવીને સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નેપાળે પ્રથમ બેટિંગ કરતા 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 23 ઓવરમાં 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આ મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નેપાળી ખેલાડીઓનું સન્માન કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન વિરાટે આસિફ શેખને કંઈક ફની કહ્યું, જેના પછી તમામ ખેલાડીઓ હસતા જોવા મળ્યા.

નેપાળના ખેલાડી આસિફ શેખે હસતાં હસતાં કહ્યું, 'વિરાટ કોહલીએ મને મજાકમાં કહ્યું કે 'મને પણ મેડલ મળવો જોઈએ, મેં તારો કેચ છોડ્યો.' હકીકતમાં, સોમવારે કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ 2023ની મેચમાં 10 વિકેટથી જીત મેળવ્યા બાદ, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં નેપાળના ક્રિકેટરોનું સન્માન કર્યું હતુ.
વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ત્રણેય ખેલાડીઓને મેડલ આપીને સન્માનિત કર્યા બાદ નેપાળના કોચ મોન્ટી દેસાઈએ તેમના માટે ખાસ શબ્દો કહ્યા હતા.
દેસાઈએ સોમપાલ કામીને 48 બોલમાં 56 રનની ઈનિંગ માટે પહેલો મેડલ આપ્યો હતો. આ મેડલ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આપ્યો હતો. નેપાળ માટે સૌથી વધુ 58 રન બનાવનાર આસિફ શેખને વિરાટ કોહલીએ બીજો મેડલ આપ્યો હતો. દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે શેખ કોહલીને પોતાનો આદર્શ માને છે.
भारतीय खेलाडीहरुले नेपाली खेलाडीहरुलाई दिएको सम्मान 🙏❤️❤️❤️❤️ pic.twitter.com/aiCm8zxTJo
— Bipin Sapkota (@bipinsapkota213) September 5, 2023
અંતમાં રાહુલ દ્રવિડે દિપેન્દ્ર સિંહ એરીને મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ દરમિયાન બંને ટીમના ક્રિકેટરો વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. મેચ બાદ રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે મોટી રમત પહેલા આવી આત્મવિશ્વાસ વધારનારી જીતની જરૂર હતી. તેમનું માનવું છે કે નેપાળે શાનદાર શરૂઆત કરી હતી અને ભારતે તેમને રોકવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો.
Aasif Sheikh said, "Virat Kohli jokingly told me 'I should get a medal too, I dropped your catch' (smiles)". pic.twitter.com/cvgQ8URuTR
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 6, 2023
BCCI દ્વારા અપલોડ કરાયેલા એક વીડિયોમાં જાડેજાએ કહ્યું, 'એક ટીમ તરીકે અમે 10 વિકેટથી જીત્યા, તેથી એકંદરે આત્મવિશ્વાસ સારો છે. એક ટીમ તરીકે તમારે મોટી મેચો પહેલા તે જીતની જરૂર છે. તે ટીમ માટે સારી જીત છે. અમે પ્રથમ વખત નેપાળ સામે રમી રહ્યા હતા. ભારત હવે સુપર 4ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.












Click it and Unblock the Notifications
