For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Cup 2019: ફાઈનલમાં કઈ બે ટીમ પહોંચશે? યુવરાજે જણાવ્યું પોતાનું મંતવ્ય

World Cup 2019: ફાઈનલમાં કઈ બે ટીમ પહોંચશે? યુવરાજે જણાવ્યું પોતાનું મંતવ્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં 30મેથી આઈસીસી વર્લ્ડ કપના મુકાબલે શરૂ થઈ જશે. પહેલો મુકાબલો ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે, જ્યારે ભારતે પોતાનો પહેલી મેચ 5 જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાશે. કઈ ટીમ ફાઈનલ સુધી જઈ શકે છે, જેના માટે સૌકોઈ પોતાનો મંતવ્ય જણાવ્યો છે. આ વચ્ચે ભારતને 2011નો વર્લ્ડ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર સિક્સર કિંગ યુવરાજ સિંહે પણ પોતાનો મંતવ્ય આપતા એ બંને ટીમના નામ જણાવ્યાં જે ફાઈનલ સુધી પહોંચી શકે છે.

આ ટીમ પહોંચી શકે છે ફાઈનલમાં

આ ટીમ પહોંચી શકે છે ફાઈનલમાં

યુવરાજે ક્રિકેટના આ મહાકુંભની શરૂઆત થતા પહેલા હિંદુસ્તાન ટાઈમ્સને એક ઈન્ટર્વ્યૂ આપ્યું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે ભારત- ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચી શકે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભારત અને ઈંગ્લેન્ડ પાસે ફાઈનલમાં જગ્યા બનાવવાનો સારો મોકો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા પણ છે. જ્યારથી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની ટીમમાં વાપસી થઈ છે, ત્યારથી ટીમ મજબૂત બની ગઈ છે. તેમની પાસે બહુ સારા બોટિંગ આક્રમણ પણ છે. આ ત્રણ ટીમમાં અંતિમ ચારમાં પહોંચવાની સંભાવના છે. યુવરાજને જ્યારે ભારતીય ટીમના એક્સ-ફેક્ટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખુલીને પોતાની વાત રાખી.

જીતવા માટે વધુ રન જોઈએ

જીતવા માટે વધુ રન જોઈએ

આ ઉપરાંત તેમને પૂછવામાં આવ્યું કે તમે ભારતની સંભાવનાઓને જુઓ છો? જેના જવાબમાં તેમણે કહ્યું કે એક અલગ ગેમ છે. હવે પાંચ ફિલ્ડર સર્કલમાં હોય ચે. પહેલા ચાર રહેતા હતા. 260, 270, 280ના સ્કોરને ફાઈટિંગ સ્કોર માનવામાં આવતો હતો. આ દિવસોમાં તમારે મેચ જીતવા માટે 300થી વધુ રન જોઈએ. માત્ર તે એક ફિલ્ડરના કારણે જ. મને લાગે છે કે અમારી પાસે હજુ પણ તે યૂનિટ છે જ્યાં કોઈપણ ચીજનો પીછો કરી શકાય છે. પાછલા બે- ત્રણ વર્ષોથી ભારત ખરેખર સારું રમી રહ્યું છે.

પાંડ્યાને ગણાવ્યો એક્સ-ફેક્ટર

પાંડ્યાને ગણાવ્યો એક્સ-ફેક્ટર

ત્રણ વર્લ્ડકપ રમી ચૂકનાર યુવરાજે કહ્યું કે આ વર્લ્ડ કપમાં એક્સ ફેક્ટર હાર્દિક પાંડ્યા બનશે. તેઓ હાલ ફોર્મમાં છે અને સારું બેટિંગ કરી રહ્યો છે. તે બોલ સાથે પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે પરિસ્થિતિમાં જો અમે બે ફાસ્ટ બોલર્સ અને 2 સ્પીનર્સ સાથે રમીએ તો ત્રીજો સીમર હાર્દિકના રૂપમાં હાજર રહેશે. આનાથી ટીમને યોગ્ય સંતુલન મળે છે. આવું સંતુલન ચેમ્પિયન્સ ટ્રોપીમાં હતું જ્યારે અમારી પાસે રવિન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્વિનની સાથે બે ફાસ્ટ બોલર્સ હતા ત્યાર પાંચમા વિકલ્પ તરીકે હાર્દિક પંડ્યા હતો. પરંતુ ટી20થી 50 ઓવર માટે ખુદને અનુકૂળ બનાવવા તેના પર છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ..

વર્લ્ડ કપ પહેલા લગ્નના બંધનમાં બંધાયા આ ભારતીય ક્રિકેટર, પત્નીને કર્યો ખાસ વાયદોવર્લ્ડ કપ પહેલા લગ્નના બંધનમાં બંધાયા આ ભારતીય ક્રિકેટર, પત્નીને કર્યો ખાસ વાયદો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
which player will qualify for final match in world cup, here is what yuvaraj singh said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X