કોણ છે કોલકત્તા નાઈટ રાઈડર્સની લક્કી ચાર્મ વાયરલ મિસ્ટ્રી ગર્લ? જાણો કેમ વાયરલ થઈ રહી છે?
કોલકત્તા નાઈટ રાઈડર્સ આઈપીએલની 17 મીં સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ટોપ 4 ટીમોમાં સામેલ છે. હવે કોલકત્તાની ગેમ સાથે સાથે એક લક્કી ચાર્મ ગર્લની ખુબ ચર્ચા થઈ રહી છે.
આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સાત મેચ રમી છે અને સાતમાંથી 5 જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. KKR પ્લેઓફ માટે ક્વોલિફાય થશે તે લગભગ નિશ્ચિત છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર હોય છે. શાહરૂખ ખાનની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ ઘણીવાર મેચનો આનંદ માણતી જોવા મળે છે. સુહાના ખાન સ્ટેડિયમમાં તેની બાળપણની મિત્ર અનન્યા પાંડે અને સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર સાથે જોવા મળી રહી છે.
IPL 2024માં શનાયા નવી મિસ્ટ્રી ગર્લ તરીકે ઉભરી આવી છે. શનાયા કપૂરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ક્રિકેટ મેચ દરમિયાન કેમેરામેન ઘણીવાર શનાયા કપૂર પર ફોકસ કરતા જોવા મળે છે. જેના કારણે તે ચર્ચામાં આવી છે.
ઘણા ક્રિકેટ ફેન્સ શનાયા કપૂરને કદાચ નહિ ઓળખતા હોય પરંતુ તમને જણાવી દઈએ કે શનાયા કપૂર એક સ્ટાર કિડ છે. જો કે તેનું બોલિવૂડ ડેબ્યુ હજી બાકી છે.
IPL 2024ની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી હતી. આ મેચ જોવા માટે શનાયા કપૂર પણ સ્ટેડિયમમાં હાજર હતી. મેચ પૂરી થયા બાદ શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં સુહાન ખાન, શનાયા કપૂર અને અનન્યા પાંડેને કોલકાતા નાઈટ રાઈડર્સના લકી ચાર્મ્સ ગણાવ્યા હતા.












Click it and Unblock the Notifications
