કોણ છે હાર્દિક પંડ્યા સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ પ્રાચી સોલંકી? જાણો બન્ને વચ્ચે શું સંબંધ છે?
પત્ની નતાશા સાથે ડિવોર્સના અહેવાલો વચ્ચે હાર્દિક પંડ્યાનું નામ વધુ એક યુવતી સાથે જોડાયુ છે. હવે આ મિસ્ટ્રી ગર્લ વિશે લોકો ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યાં છે.
હાર્દિક પંડ્યાના તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યો હોવાના અહેવાલો વચ્ચે હાર્દિક પંડ્યાની એક યુવતી સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે.

હાર્દિક પંડ્યાની મિસ્ટ્રી ગર્લ સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં બન્ને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે હાર્દિક નતાશાને છોડીને આ મિસ્ટ્રી ગર્લને ડેટ કરી રહ્યો છે.
આ તસવીરોમાં હાર્દિક પંડ્યા જેની સાથે જોવા મળી રહ્યો છે તેનું નામ પ્રાચી સોલંકી છે. જે એક ડિજિટલ ક્રિયેટર છે અને સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. ડિજિટલ ક્રિયેટર હોવા ઉપરાંત તે એક પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ પણ છે. હવે હાર્દિક સાથે ફોટો શેર કર્યા બાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ છે.
જણાવી દઈએ કે ફોટો શેર કરીને પ્રાચી સોલંકીએ હાર્દિક સાથેની તેની મુલાકાતનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તેને કેવું લાગ્યું. તેણે કહ્યું કે, તે હાર્દિક પંડ્યાની ફેન છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ ડેટિંગ અફવાઓમાં કોઈ સત્ય નથી. હાર્દિક પંડ્યા પહેલા પ્રાચી સોલંકીએ સોશિયલ મીડિયા પર ઘણી ખેલ હસ્તીઓ સાથેની તસવીરો શેર કરી છે.
પ્રાચી સોલંકીની નેટવર્થ વિશે વાત કરીએ તો વધુ માહિતી ઉપલબ્ધ નથી. જો કે, તે સોશિયલ મીડિયા પર વિવિધ મેકઅપ વીડિયો શેર કરીને સારી એવી કમાણી કરે છે. પ્રાચીના તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 546 હજાર ફોલોઅર્સ છે. પ્રાચી સોલંકીએ હાર્દિક તેમજ તેના ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી સાથેની તસવીરો શેર કરી છે.












Click it and Unblock the Notifications
